Rajasthan Political Crisis : ભાજપના ધારાસભ્યની પાયલટને સલાહ, લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય
રાજસ્થાનમાં રાજકીય સંકટ અને કોંગ્રસના આંતરીક વિખવાદને વચ્ચે ભાજપના એક ધારાસભ્યએ મોટું નિવેદન આપ્યું છે. ભાજપના ધારાસભ્ય કાલિચરણ સરાફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે.
રાજસ્થાનમાં રાજકીય સંકટ અને કોંગ્રસના આંતરીક વિખવાદને વચ્ચે ભાજપના એક ધારાસભ્યએ મોટું નિવેદન આપ્યું છે. ભાજપના ધારાસભ્ય કાલિચરણ સરાફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે, જો કોંગ્રેસની સરકાર પડે છે, અથવા સરકાર પાડવામાં ભાજપની મદદ કરે છે તો આવા વ્યક્તિને ભાજપ મદદ કરશે.
ભાજપના ધારાસભ્ય કાલિચરણ સરાફે જણાવ્યું હતું કે, કોંગ્રેસના આ ડ્રામામાં ભાજપનો કોઇ રોલ નથી. આ તેમનો આંતરીક વિવાદ છે. જોકે, લક્ષ્મી ચાંદલો કરવા આવે તો, મોઢું ધોવા ન જવું જોઇએ. તેમણે આ વાત દ્વારા ઇશારા ઇશારામાં સચિન પાયલટને ઓફર આપી છે.

એક ડૂબતું જહાજ છે કોંગ્રેસ
માલવીયા નગર સરાફ બેઠક પરથી ભાજપ ધારાસભ્યએ કોંગ્રેસની વર્તમાન સ્થિતિ પર આકરી ટીપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ એક ડૂબતું જહાજ છે, તેમાં જે બેઠેલો દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે ફાંફાં મારી રહ્યો છે. હવે જનતા રાહ જોઈ રહી છે કે, કોંગ્રેસનું આ જહાજ એક મહિનામાં ડૂબે છે કે 2 મહિનામાં કે 6 મહિનાની અંદર.

કોણ છે આ કાલીચરણ સરાફ?
જો કાલીચરણ સરાફની વાત કરીએ તો તેઓ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના નજીકના માનવામાં આવે છે. તેમની સરકારમાં તેમને આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે. છેલ્લા 1 સપ્તાહથી ચાલી રહેલા કોંગ્રેસના આ રાજકીય ઘમાસાણ વચ્ચે ભાજપ ખુલીને કોઈ નિવેદન આપી રહ્યું નથી. જે કારણે આ મુદ્દે સરાફે આપેલું આ નિવેદન ઘણું મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે.

સચિન પાયલોટને ઉશ્કેરી રહ્યું છે ભાજપ
સરાફના આ નિવેદન પર કેટલાક રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, તેઓ એક રીતે આવા નિવેદન આપીને સચિન પાયલટને જૂથવાદ માટે ઉશ્કેરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતા દ્વારા સચિન પાયલટના ભૂતકાળમાં પણ ઘણી વાર વખાણ કરવામાં આવ્યા છે. જોકે, સચિન પાયલટની ભાજપમાં એન્ટ્રી ઘણી મુશ્કેલ છે. તેનું કારણ એ છે કે, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતા વસુંધરા રાજે સચિનના ભાજપ પ્રવેશનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
