રાજસ્થાન રાજકીય સંકટઃ 19 ધારાસભ્યોની અયોગ્યતા પર કોર્ટનો આજે ચુકાદો
રાજસ્થાનમાં ચાલી રહેલ રાજકીય ઘમાસાણ વચ્ચે આજના દિવસ ઘણો મહત્વનો છે.
રાજસ્થાનમાં ચાલી રહેલ રાજકીય ઘમાસાણ વચ્ચે આજનો દિવસ ઘણો મહત્વનો છે. આજે પ્રદેશના પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ અને તેમના જૂથના સમર્થિત બાગી ધારાસભ્યો વિશે રાજસ્થાન હાઈકોર્ટ મહત્વનો ચૂકાદો સંભળાવશે. કોર્ટ આજે સવારે 10.30 વાગે આ આખા પ્રકરણ પર પોતાનો ચુકાદો સંભળાવશે. વાસ્તવમાં રાજસ્થાન વિધાનસભા સ્પીકરે સચિન પાયલટ અને તેમના સમર્થક બાગી ધારાસભ્યોને અયોગ્ય ગણાવવા માટે એક નોટિસ મોકલી હતી જેની સામે સચિન પાયલટના જૂથે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. અરજી પર સુનાવણી પૂરી થઈ ચૂકી છે ત્યારબાદ આજે કોર્ટ પોતાનો ચૂકાદો સંભળાવશે.

સુપ્રીમ કોર્ટે નહોતી આપી રાહત
આ પહેલા ગુરુવારે સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટને પોતાનો ચુકાદો સંભળાવવાની મંજૂરી આપી દીધી હતી. રાજસ્થાન હાઈકોર્ટે સચિન સહિત 19 ધારાસભ્યો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી પર 24 જુલાઈ સુધી માટે રોક લગાવી દીધી હતી. જેની સામે રાજસ્થાન વિધાનસભા સ્પીકર સીપી જોશીએ ફોરી રાહત માટે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા પરંતુ તેમને અહીંથી કોઈ રાહત મળી નહિ. જસ્ટીસ અરુણ મિશ્રા, બીઆર ગવઈ, કૃષ્ણ મુરારીએ કહ્યુ કે સીપી જોશીની અરજીમાં મહત્વનો સવાલ છે માટે તેની લાંબી સુનાવણીની જરૂર છે. આના પર આગામી સુનાવણી સોમવારે થશે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે અમે કોર્ટને તેનો ચુકાદો સંભળાવાથી નથી રોકી રહ્યા પરંતુ અરજીકર્તાની સુનાવણી બાદ આ ચુકાદા પર અસર પડી શકે છે.

કપિલ સિબ્બલે કરી હતી આ દલીલો
સીપી જોશી તરફથી સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ હાજર થયા. તેમણે ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા માટે ઘણી દલીલો આપી. તેમણે કહ્યુ કે ધારાસભ્ય પાર્ટીની બેઠકમાં ભાગ નથી લઈ રહ્યા અને રાજ્યમાં પોતાની જ સરકારને અસ્થિર કરવાનુ ષડયંત્ર કરી રહ્યા છે. સીપી જોશીએ કોર્ટને એ સમજાવવાની કોશિશ કરી કે આ કેસ રાજ્યની કોર્ટના કાર્યક્ષેત્રનુ નથી, કોર્ટ સ્પીકરને ધારાસભ્યોને અયોગ્ય ગણવાથી ન રોકી શકે પરંતુ કોર્ટે 24 જુલાઈ સુધી આના પર રોક લગાવી દીધી છે.

સામસામે પાયલટ-ગહેલોત
સચિન પાયલટની ટીમે ધારાસભ્યોને અયોગ્ય ગણાવવાની નોટિસને પડકારી હતી. આના પર મંગળવારે સુનાવણી પૂરી થઈ ચૂકી છે જેના પર આજે ચુકાદો સંભળાવવાનો છે. જે રીતે સ્પીકર અચાનકથી સુપ્રીમ કોર્ટમાં ગયા તેનાથી સ્પષ્ટ છે કે કોંગ્રેસ જૂથમાં ચિંતા છે અને તેમને એ વાતનો ડર છે કે વિદ્રોહી જો જીતી જાય તો રાજ્યમાં સરકાર જોખમમાં આવી જશે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં વિધાનસભાની કુલ 200 સીટો છે માટે અશોક ગહેલોત સરકારને બચાવવા માટે ઓછામાં ઓછા 101 ધારાસભ્યોનુ સમર્થન જરૂરી છે. પરંતુ બાગી ધારાસભ્યોને આજે કોર્ટમાં જીત મળે તો તે ગહેલોત સરકાર સામે વોટ કરી શકે છે અને સરકાર પર સંકટ આવી શકે છે.












Click it and Unblock the Notifications
