રાજસ્થાન: કોલેજમાં ઘૂસીને લોકોએ શિક્ષકોની પીટાઈ કરી
રાજસ્થાનના ઝાંઝુનમાં કોલેજમાં કેટલાક શિક્ષકો સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે. મળતી જાણકારી અનુસાર કોલેજમાં કેટલાક લોકો ઘુસી આવ્યા અને તેમને શિક્ષકોને મારવાનું ચાલુ કરી દીધું
રાજસ્થાનના ઝાંઝુનમાં કોલેજમાં કેટલાક શિક્ષકો સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે. મળતી જાણકારી અનુસાર કોલેજમાં કેટલાક લોકો ઘુસી આવ્યા અને તેમને શિક્ષકોને મારવાનું ચાલુ કરી દીધું. આ ઘટના વિશે પોલીસે જણાવ્યું કે બે દિવસ પહેલા એક વિધાર્થીને શિક્ષકે ધમકાવ્યો હતો ત્યારપછી કેટલાક લોકો કોલેજમાં આવ્યા અને શિક્ષકો સાથે મારપીટ કરી. આ લોકો કોલેજના વિધાર્થી ના હતા. આ ઘટના વિશે જાણકરી મળતા જ પોલીસે જાંચ શરુ કરી દીધી છે અને આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે.

આ ઘટનાની કેટલીક ફોટો પણ સામે આવી છે જેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો શિક્ષકો સાથે મારપીટ કરી રહ્યા છે. તસ્વીરોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો એક વ્યક્તિની ખબર રીતે પીટાઈ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે આ મામલે જેજેટી વિશ્વવિદ્યાલય ચૂંડેલનો છે, જ્યાં બીએસસીના વિધાર્થી અનંત કુમારને રવિવારે કોઈ કારણસર શિક્ષક વઢયા હતા. ત્યારપછી તેને શિક્ષકને મારવાની પણ ધમકી આપી હતી. કોલેજની અંદર મારપીટનો વીડિયો સોશ્યિલ મીડિયા ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો તેને શેર પણ કરી રહ્યા છે.
Rajasthan: Some teachers of a college in Jhunjhunu were thrashed by a few men in the college premises. Police say, "A student had been scolded by a teacher 2 days back. Today these men entered the campus, they are not its students. We are investigating the matter." (19.03.2019) pic.twitter.com/iFwNUodC7C
— ANI (@ANI) March 20, 2019












Click it and Unblock the Notifications
