દલિત યુવકને મંદિરમાં ઘુસવા પર દોરડાથી બાંધીને માર માર્યો

સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહેલો વીડિયો રાજસ્થાનના પાલીનો જણાવવામાં આવી રહ્યો છે, જે ખુબ જ અમાનવીય છે.

સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહેલો વીડિયો રાજસ્થાનના પાલીનો જણાવવામાં આવી રહ્યો છે, જે ખુબ જ અમાનવીય છે. આ વીડિયોમાં કેટલાક લોકો એક યુવકને ઢોર માર મારી રહ્યા છે. યુવક રહેમની ભીખ માંગી રહ્યો છે પરંતુ કોઈનું પણ હૃદય ઓગળ્યું નહીં. તેઓ તેને નિર્દયતાથી મારી જ રહ્યા છે. વીડિયો વાયરલ થયા પછી હરકતમાં આવેલી પાલી પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: 'મંદિરમાં દલિતોના લગ્ન પર વાંધો કેમ?' આવી પોસ્ટ લખી તો, 200 સવર્ણોએ દંપતીને ઘરમાં ઘુસી માર્યા

હાથ અને પગ દોરડાથી બાંધીને તેને જમીન પર સુવડાવીને ખુબ જ માર માર્યો

હાથ અને પગ દોરડાથી બાંધીને તેને જમીન પર સુવડાવીને ખુબ જ માર માર્યો

મળતી જાણકારી અનુસાર આ ઘટના જૂનના પાલી જિલ્લાના જેતારણ ઉપખંડના ગામ ધાનેરીયાની છે. જણાવવામાં આવી રહ્યું છે કે એક દલિત યુવકે ગામના મંદિરમાં પ્રવેશ કરી લીધો હતો, જેને કારણે દબંગોએ તેના હાથ અને પગ દોરડાથી બાંધીને તેને જમીન પર સુવડાવીને ખુબ જ માર માર્યો.

ઘટનાનો આખો વીડિયો કોઈએ મોબાઈલ પર બનાવી લીધો

ઘટનાનો આખો વીડિયો કોઈએ મોબાઈલ પર બનાવી લીધો

દલિત યુવક ભવિષ્યમાં ક્યારેય આવું નહીં કરે અને તેને છોડી દેવા માટે ભીખ માંગતો રહ્યો પરંતુ આરોપીઓએ તેને છોડ્યો નહીં. આ ઘટનાનો આખો વીડિયો કોઈએ મોબાઈલ પર બનાવી લીધો, જે ઘટનાના ચાર દિવસ પછી સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે

ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે

પાલી એસપી આનંદ શર્મા અનુસાર 1 જૂન દરમિયાન પુજારીની દીકરી સાથે છેડછાડનો મામલો સામે આવ્યો હતો. હવે આ યુવક સાથે મારપીટનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. યુવકના મામાની રિપોર્ટ પર ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની સાથે જ ઘટનાની વાસ્તવિકતાની જાંચ કરાવવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X