For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મંદિરમાં દલિતોના લગ્ન પર વાંધો કેમ?' આવી પોસ્ટ લખી તો, 200 સવર્ણોએ દંપતીને ઘરમાં ઘુસી માર્યા

દલિત વ્યક્તિએ દલિતોના લગ્નમાં મંદિરના ઉપયોગની સરકાર તરફથી છૂટ ન મળવા વિશે એક ફેસબુક પોસ્ટ લખી હતી. જે ત્યાંના ઉચ્ચ જાતિના લોકોએ વાંચ્યું.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં, વડોદરાના પાદરાના મહુવાદ ગામના દલિત દંપતીને ફેસબુક પોસ્ટ લખવાનું ખૂબ ભારે પડ્યું. અહીં એક દલિત વ્યક્તિએ દલિતોના લગ્નમાં મંદિરના ઉપયોગની સરકાર તરફથી છૂટ ન મળવા વિશે એક ફેસબુક પોસ્ટ લખી હતી. જે ત્યાંના ઉચ્ચ જાતિના લોકોએ વાંચ્યું. તે પોસ્ટ તેમને ખરાબ લાગી તો, મોટી સંખ્યામાં ભેગા થઈને ઉચ્ચ જાતિ લોકો દલિતના ઘરે આવ્યા હતા. દલિત પુરુષની પત્નીનું કહેવું છે કે 200 થી વધુ લોકોની ભીડએ મારા પતિને માર્યો.'

દલિત મહિલાએ 11 લોકો સામે ફરિયાદ દાખલ નોંધાવી છે

દલિત મહિલાએ 11 લોકો સામે ફરિયાદ દાખલ નોંધાવી છે

આ કિસ્સામાં, પોલીસે 11 લોકો સામે એફઆઈઆર નોંધી છે. બીજી બાજુ, ફેસબુક પર પોસ્ટ કરનાર દલિત યુવક સામે વિવિધ સમુદાયોમાં દુશ્મનાવટ વધારવા માટેનો કેશ નોંધવામાં આવ્યો છે. માહિતી અનુસાર, તરૂલતા બેન મકવાણા નામની દલિત મહિલા દ્વારા ઘર પર હુમલો કરવા, પથ્થર મારો કરવા, પતિ પ્રવિણ મકવાણાને મારવા અને ધમકી આપવા સામે એફઆઇઆર વાડુ પોલીસ સ્ટેશનમાં 11 લોકો અને અજ્ઞાત લોકોની ભીડ સામે ફાઇલ કરાવી છે, જેમાં 200 થી વધુ લોકો દ્વારા ઘર પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. પીડિતાએ કહ્યું છે કે દંડા-પાઇપ અને અન્ય હથિયારો લઈને લોકોની ભીડ તેમના ઘરે પહોંચી હતી અને અમને ગાળો આપવાનું શરૂ કર્યું. જેવી જ હું ઘરમાંથી બહાર નીકળી તો, લોકોએ મને થપ્પડ મારવાનું શરૂ કર્યું. પાછળથી, ભીડે ઘરની અંદર પ્રવેશ કર્યો અને તેના પતિ પ્રવીણને ઘરમાંથી બહાર કાઢી અને તેની પીટાઈ કરી.

આ લોકો સામે થઇ એફઆઈઆર

આ લોકો સામે થઇ એફઆઈઆર

મહિલાએ આગળ જણાવ્યું હતું કે લોકોએ મારા પતિને ધમકી આપી હતી અને કહ્યું હતું કે જો તમે તમારી ફેસબુક પોસ્ટને ડીલીટ ન કરી તો તેનું પરિણામ ભોગવવું પડશે. એફઆઈઆરમાં મહિલાએ મહૂવાદના ચૈતન્ય સિંહ ઝાલા, મયુર સિંહ ઝાલા, મહેશ જાધવ, દિલીપ સિંહ રાજપૂત, સંજય સિંહ પરમાર, અર્જુન પરમાર, નરેશ પરમાર, અરવિંદ પરમાર, દિલીપ પરમાર, કિશન પરમાર અને અજય પરમાર સહિત 11 લોકોનું નામ આપ્યું છે.

હિંસાના ભયને લીધે પોલીસે કર્યો બંદોબસ્ત

હિંસાના ભયને લીધે પોલીસે કર્યો બંદોબસ્ત

પોલીસના જણાવ્યા પ્રમાણે, 20 મેના રોજ બંને સમુદાયો વચ્ચે થયેલી ઘટના પછી, મહિલાએ ગુરુવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આઈપીસી કલમ 143, 147, 149, 452, 336, 323, 504, 506 અને અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધાવ્યો છે. અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. જો કે, ગામમાં તનાવનું વાતાવરણ છવાયેલું છે અને હિંસાની આશંકાને લીધે, પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

ફરિયાદની સત્યતા સાબિત ન થવાને લીધે કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી: પોલીસ

ફરિયાદની સત્યતા સાબિત ન થવાને લીધે કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી: પોલીસ

આ બાબતે તપાસ કરી રહેલી વડોદરા ગ્રામીણ પોલીસે કહ્યું, "અમે આ વિશે ગામવાસીઓ અને સાક્ષીઓના નિવેદનો નોંધ કરી રહ્યા છીએ. હાલમાં, પોલીસ પ્રવીણ દ્વારા કરવામાં આવેલા દાવાઓની પ્રામાણિકતા નક્કી કરી રહી છે, કે ગામમાં દલિતોના લગ્ન સમારંભ માટે મંદિરમાં વ્યવસ્થા નહિ કરવાની વાત સાચી છે કે નથી. પરંતુ કોઈએ આ વિશે વાત કરી નથી. તેથી એફઆઈઆરમાં નોંધાયેલા કોઈ પણ વ્યક્તિની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી નથી.

English summary
Gujarat: Dalit couple attacked, thrashed by over 200 Upper caste men over Facebook post
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X