રાજેન્દ્ર સિંહ ગુઢાને અશોક ગેહલોકે મંત્રી પદેથી હટાવ્યા, સરકાર વિરોધી નિવેદન બાદ કાર્યવાહી
રાજસ્થાનમાં આવનારા સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અશોક ગેહલોત સરકાર ફુંકી ફુંકીને કદમ રાખી રહી છે.સરકારો કોઈપણ ઢીલાસ ન વર્તતા સરકાર વિરોધી નિવેદન આપનારા મંત્રીને રાતોરાત પાણીચુ પકડાવી દીધુ છે.
રાજસ્થાન સરકારમાં હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ રાજ્ય મંત્રીનો સ્વતંત્ર હવાલો ધરાવતા રાજેન્દ્ર સિંહ ગુઢાને તાત્કાલિક પદ પરથી હટાવી દેવાયા છે. આજે જ તેમને મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સરકાર વિરૂદ્ધ નિવેદન આપ્યુ હતુ. આ નિવેદને તેમની ખુરશી ખેંચી લીધી છે.

રાજસ્થાન વિધાનસભાના ચોમાસુ સત્રમાં લઘુત્તમ આવક ગેરંટી બિલ પર ચર્ચા દરમિયાન રાજેન્દ્ર સિંહ ગુઢા રાજસ્થાન સરકાર વિરુદ્ધ બોલ્યા હતા. આ ઘટના બાદમોડી સાંજે મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યપાલ કલરાજ મિશ્રાને મંત્રી પદેથી રાજેન્દ્ર સિંહ ગુઢાને હટાવવાની ભલામણ કરી હતી અને રાજ્યપાલે તેને સ્વીકારી લીધી છે.
રાજસ્થાન વિધાનસભામાં રાજેન્દ્ર સિંહ ગુઢાએ કહ્યું હતું કે, એ હકીકત છે કે રાજસ્થાન મહિલાઓની સુરક્ષાના મામલે નિષ્ફળ ગયું છે. મણિપુરને બદલે આપણે આપણી જાતને જોવી જોઈએ.
રાજેન્દ્ર સિંહ ગુઢા રાજસ્થાનની ઉદયપુરવતી સીટથી ધારાસભ્ય છે. ગુઢાને સચિન પાયલટ કેમ્પના માનવામાં આવે છે. તે અવારનવાર રાજસ્થાન સરકાર અને અશોક ગેહલોત વિરુદ્ધ બોલે છે. તે વિવાદાસ્પદ નિવેદનો પણ આપતા રહે છે. એકવાર રાજેન્દ્ર સિંહ ગુઢાએ રસ્તાઓની તુલના કેટરિના કૈફના ગાલ સાથે કરીને વિવાદ ઉભો કર્યો હતો.












Click it and Unblock the Notifications
