ભાજપને ખતરનાક કહેનાર રજનીનો યુટર્ન, ‘એકની સામે બધા એકજૂટ તો તાકાતવાન કોણ?'

રજનીકાંતે ભાજપ સામે વિપક્ષી દળોના ગઠબંધન પર કહ્યુ છે કે જો એક પક્ષ કે વ્યક્તિ સામે આખો વિપક્ષ એકજૂટ થઈ રહ્યો છે તો પછી તાકાતવાન કોણ છે?

રજનીકાંતે ભાજપ સામે વિપક્ષી દળોના ગઠબંધન પર કહ્યુ છે કે જો એક પક્ષ કે વ્યક્તિ સામે આખો વિપક્ષ એકજૂટ થઈ રહ્યો છે તો પછી તાકાતવાન કોણ છે? રજનીએ કહ્યુ, કોઈ એક વ્યક્તિ સામે 10 લોકો એકજૂટ થઈ જાય તો તાકાતવાન કોણ થયુ તેનો અંદાજ લગાવી શકાય છે. રજનીએ આ પહેલા સોમવારે કહ્યુ હતુ કે જો વિપક્ષને લાગતુ હોય તો ભાજપ ખતરનાક થઈ શકે છે. એક દિવસ બાદ રજનીકાંતે પોતાનું નિવેદન બદલી દીધુ છે.

એક દિવસ પહેલા કરી હતી ભાજપની ટીકા

એક દિવસ પહેલા કરી હતી ભાજપની ટીકા

સોમવારે ચેન્નઈ એરપોર્ટની બહાર મીડિયાને રજનીકાંતે કહ્યુ હતુ કે જો વિપક્ષીઓને ભાજપ એક ખતરનાક પક્ષ લાગે છે તો એવુ બની શકે કે ભાજપ ખતરનાક પાર્ટી હોય. વળી, તેમણે નોટબંધીની પણ ટીકા કરી હતી. રજનીકાંતે કહ્યુ, એનડીએ સરકારે નોટબંધીના નિર્ણયને યોગ્ય રીતે લાગુ કર્યો નથી. આના પર હજુ વધુ ચર્ચા થવી જોઈતી હતી.

સ્પષ્ટ નથી કઈ તરફ જશે રજનીકાંત

સ્પષ્ટ નથી કઈ તરફ જશે રજનીકાંત

રજનીકાંતે અભિનયથી રાજકારણ તરફ વળાંક લીધો છે. ક્યારેક ભાજપની સાથે તો ક્યારેક વિપક્ષની સાથે ગઠબંધનની વાતો સામે આવતી રહે છે પરંતુ રજનીકાંતે આ અંગે સ્પષ્ટ કર્યુ નથી કે તે કઈ તરફ જશે. તે તમિલનાડુમાં એક મોટી રાજકીય તાકાત બનવા ઈચ્છે છે. વળી, તમિલનાડુમાં મુખ્ય વિપક્ષી પાર્ટી ડીએમકેએ આરોપ લગાવ્યો હતો કે રજનીકાંત ભાજપના હાથોની કઠપૂતળી બની ગયા છે.

તમિલનાડુમાં મોટી ભૂમિકા નિભાવી શકે છે રજની

તમિલનાડુમાં મોટી ભૂમિકા નિભાવી શકે છે રજની

જયલલિતાના મોત બાદ તમિલ સુપરસ્ટારે રાજકારણમાં પગરણ માંડવાનું મન બનાવી લીધુ હતુ અને આ બાબતે એલાન કર્યુ હતુ. સૂત્રો મુજબ આવતા મહિને 12 ડિસેમ્બરે પોતાના જન્મદિવસે રજનીકાંત ઔપચારિક રીતે પોતાના પક્ષની ઘોષણા કરી શકે છે. વળી, તે ભાજપમાં આગળ જશે કે નહિ તે અંગે સ્થિતિ હજુ સ્પષ્ટ થઈ શકી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X