For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજનાથે 'અનુગોધરા' કાંડને ભુલાવી દેવા મુસ્લીમોને કરી અપીલ

|
Google Oneindia Gujarati News

rajnath singh
જયપૂર, 23 જૂન : ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રાજનાથ સિંહે શનિવારે મુસ્લીમ સમુદાય સાથે અપ્રત્યક્ષ રીતે 2002માં ગોધરા બાદ ફાટી નીકળેલા રમખાણોને ભુલી જવા અથવા તેને ટાળવા માટે અપીલ કરી હતી.

એક સ્થાનીય ટેલીવિઝન ચેનલ તરફથી આયોજિત સમારંભમાં રાજનાથે કહ્યું કે 'કેટલીક ઘટનાઓ જરૂર એવી ઘટી ગઇ હશે પરંતુ શું આપણે તેને હવે ભુલાવી અથવા નજરઅંદાજ ના કરી શકીએ? ઘટનાઓ ઘટતી આવી રહી છે અને 2002 પહેલા દેશમાં 13,000 કોમી હુલ્લડો થયા. રાજસ્થાનમાં ભૈરો સિંહ શેખાવત અને વસુંધરા રાજેના શાસન રહ્યું છે પરંતુ લઘુમતીઓ સાથે કોઇ ભેદભાવ રાખવામાં આવ્યો નથી.'

'લઘુમતીઓની સામેના મુદ્દા' વિષય પર પોતાના વિચારો રાખી રહેલા રાજનાથે કહ્યું કે 'હું આપ સૌની વચ્ચે એ વિશ્વાસ રાખવા માગુ છુ કે અમારી ભાષા અને કામમાં કોઇ અંતર નથી. અંગ્રેજોએ 'ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિથી આપણી પર શાસન કર્યું પરંતુ આઝાદીના 66 વર્ષો બાદ પણ આપણે હિન્દુ અને મુસ્લીમ વચ્ચેની ખાઇને પાર નથી કરી શક્યા.'

સિંહે લોકોને કહ્યું કે ભાજપા શાસિત રાજ્યમાં મુસ્લીમ વર્ગ સાથે જો કોઇ ભેદભાવ કરવામાં આવે તો તેઓ નિશ્ચિંતપણે તેમનો સંપર્ક કરે. રાજનાથે કહ્યું કે સત્તામાં આવવા માટે તેમની પાર્ટી કોઇ રાજનીતિ નથી કરી રહી.

English summary
In a veiled reference to 2002 post-Godhra riots, BJP president Rajnath Singh today appealed the Muslim community to "forget or ignore it".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X