રુહાની બન્યા ઇરાનના રાષ્ટ્રપતિ, રાજનાથ સિંહે આપી શુભેચ્છા

સિંહે માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર લખ્યું છે કે 'અમે આશા વ્યક્ત કરીએ છીએ કે હવે ઉદારવાદી લોકોનો અવાજ મજબૂત થશે. એક ઉદારવાદી અને સ્થિર ઇરાન ભારતના હિતમાં છે અને એ ન માત્ર ખાડી દેશમાં પરંતુ આખા વિશ્વમાં શાંતિ અને પ્રગતિ લાવશે.'
તેમણે જણાવ્યું કે નવનિર્માણ રાષ્ટ્રપતિની પાસે આ વાતની પૂરેપૂરી ક્ષમતા છે કે તેઓ સંપૂર્ણ સમજણ અને આશાની સાથે સંભાવનાના દરવાજાઓને ખોલશે. ઉલ્લેખનીય છે કે ઉદારવાદી ધર્મગુરુ રુહાની ગઇકાલે ઇરાનના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા અને છેલ્લા આઠ વર્ષથી ચાલી આવતા રૂઢિવાદીઓના શાસનનો અંત આવ્યો હતો.












Click it and Unblock the Notifications
