અડવાણીને મૂકી રાજનાથ ચાલ્યા રાજસ્થાન, જેટલી જશે વિદેશ

આજે રાજનાથ સિંહ પોતાના નક્કી કાર્યક્રમ અનુસાર રાજસ્થાન જવા માટે રવાના થઇ ગયા છે. મીડિયા સાથેની વાતચીત કરતા તેમણે જણાવ્યું કે સંઘે તેમને કોઇ નિર્દેશ નથી આપ્યા. તેમણે અડવાણીને મનાવવાના સવાલ પર કોઇ જવાબ ના આપ્યો. બીજી બાજું અરુણ જેટલી પણ વિદેશ રવાના થઇ રહ્યા છે અને નરેન્દ્ર મોદી ગુજરાતથી બહાર જ નથી આવી રહ્યા. આવામાં અડવાણીને મનાવવાનો દૌર કેટલો લાંબો ચાલશે તેનો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે.
આજે બીજેપીના ઘણા નેતાઓએ અડવાણી સાથે મુલાકાત કરી. સૌથી પહેલા તેમને મળવા વરિષ્ઠ નેતા જસવંત સિંહ આવ્યા. તેમને મળ્યા બાદ જસવંત સિંહે કહ્યું કે અડવાણીજીએ પણ સવાલ ઉઠાવ્યા છે તેનું સમાધાન થવું જોઇએ. એ જ ભાજપાના હિતમાં છે, અને દેશના પણ. આ ઉપરાંત ઉમા ભારતી અને પૂર્વ અધ્યક્ષ નિતિન ગડકરીએ પણ અડવાણીની મુલાકાત કરી.
અડવાણી સાથે મુલાકાત પહેલા ઉમા ભારતીએ સુષમા સ્વરાજ સાથે મુલાકાત કરી. ઉલ્લેખનીય છે કે બંને અડવાણી કેમ્પના જ સમજવામાં આવે છે. ઉમા તો નારાજગીના કારણે ગોવા કાર્યકારિણીની બેઠકમાં પણ ન્હોતી આવી. જોકે અડવાણીને મનાવવાનો દૌર હજી જારી છે, પરંતુ અડવાણી તરફથી કોઇપણ પ્રકારના સમાધાનના સંકેત મળી નથી રહ્યા. હવે જોવાનું એ છે કે ક્યાં સુધી ભાજપમાં રિસામણા મનામણા ચાલશે.












Click it and Unblock the Notifications
