For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લદ્દાખની ઘટના પર રાજનાથ સિંહે ત્રણે સેનાઓના પ્રમુખો સાથે કરી મહત્વની બેઠક

ભારતીય સેનાના એક અધિકારી અને બે સૈનિક માર્યા ગયા. બંને સેનાના સીનિયર અધિકારી સ્થિતિને શાંત કરવા માટે બેઠક કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ગલવાન ઘાટીમાં પીછેહટની પ્રક્રિયા દરમિયાન બંને દેશોના સૈનિકો વચ્ચે ઝડપ થઈ. જેમાં ભારતીય સેનાના એક અધિકારી અને બે સૈનિક માર્યા ગયા. બંને સેનાના સીનિયર અધિકારી સ્થિતિને શાંત કરવા માટે બેઠક કરી રહ્યા છે. આ દરમિયાન પૂર્વ લદ્દાખના હાલના ઘટનાક્રમો પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવ, ત્રણે સેનાઓના પ્રમુખો અને વિદેશ મંત્રી ડૉ. જયશંકર સાથે બેઠક કરી છે.

Rajnath Singh

જણાવવામાં આવી રહ્યુ છે કે આ બેઠક બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ નરેન્દ્ર મોદી સાથે ત્રણ વાગે મુલાકાત કરવાના છે. રાજનાથા સિંહ પીએમ મોદીને ગલવાન ઘાટીમાં ગઈ રાતે થયેલા આખા ઘટનાક્રમની માહિતી આપશે. આ દરમિયાન ચીનના વિદેશ મંત્રાલય તરફથી સમગ્ર મામલે નિવેદન સામે આવ્યુ છે. જેમાં ચીની વિદશ મંત્રાલયે ભારતીય સેના પર બે વાર એલએસી પાર કરવાનો આરોપ લગાવ્યો છે.

ચીનના ગ્લોબલ ટાઈમ્સે વિદેશ મંત્રીના હવાલાથી લખ્યુ છે કે ભારતીય સૈનિકોએ સોમવારે ગેરકાયદે રીતે બે વાર સીમા પાર કરીને ચીની સૈનિકો પર હુમલાને અંજેમ આપીને બંને પક્ષોન સંમતિનુ ઉલ્લંઘન કર્યુ જેના કારણે ગંભીર શારીરિક અથડામણ થઈ છે. ચીને ભારતીય પક્ષ સાથે ગંભીગ અભિયોગ નોંધવામાં આવ્યો અને ભારત તરફે એકતરફી કાર્યવાહી કરવા પર રોક લગાવવાનો આગ્રહ કર્યો જેનાથી સીમા પર સ્થિતિ બગડી શકે છે. ચીન અને ભારતીય પક્ષે સીમા પર બનેલી સ્થિતિને બરાબર કરવા અને સીમા ક્ષેત્રોમાં શાંતિ જાળવી રાખવા માટે વાતચીતના માધ્યમથી દ્વિપક્ષીય મુદ્દાઓને ઉકેલવા પર સંમતિ દર્શાવી.

તમને જણાવી દઈએ કે ગલવાન ઘાટીમાં છેલ્લા એક મહિનાથી ડિ-એસ્કેલેશનની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા દરમિયાન ચીની સૈનિકો સાથે હિંસક અથડામણ થઈ. છેલ્લા ઘણા દિવસોથી ભારચ-ચીન સીમા વિવાદ ચાલી રહ્યો છે. બંને દેશો વચ્ચે નક્કી થયુ હતુ કે ચીનની સેના ગલવાન ઘાટીમાં પેટ્રોલિંગ પોઈન્ટ 14, 15 અને 17એથી પાછળ હટશે. ચીન સેના શ્યોક નદી અને ગલવાન નદી સુધી આવી ગઈ હતી. ધીમે ધીમે પીછેહટ પણ થઈ રહી હતી પરંતુ પૂર્ણપણે પીછે હટી નહોતી.

રાહુલ ગાંધીએ સાધ્યુ મોદી સરકાર પર નિશાનઃ કોરોના મૃત્યુ દરે ખોલી ગુજરાત મૉડલની પોલરાહુલ ગાંધીએ સાધ્યુ મોદી સરકાર પર નિશાનઃ કોરોના મૃત્યુ દરે ખોલી ગુજરાત મૉડલની પોલ

English summary
Rajnath Singh meeting with CDS General Bipin Rawat, 3 service chiefs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X