રાજનાથ સિંહે પાકિસ્તાન તરફ વધાર્યો મદદનો હાથ, ‘પાક ઈચ્છે તો અમે તૈયાર'

ગૃહમંત્રી રાજનાથ સિંહે રવિવારે પાકિસ્તાનને આતંકવાદ સાથે લડવા માટે મદદ કરવાની રજૂઆત કરી છે.

ગૃહમંત્રી રાજનાથ સિંહે રવિવારે પાકિસ્તાનને આતંકવાદ સાથે લડવા માટે મદદ કરવાની રજૂઆત કરી છે. રાજનાથ સિંહે કહ્યુ કે જો પાકિસ્તાન એકલુ આતંકવાદ સામે ના લડી શકતુ હોય તો તે ભારતની મદદ માંગી શકે છે. જયપુરમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા રાજનાથ સિંહે કહ્યુ કે હું પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને કહેવા ઈચ્છુ છુ કે જો અફઘાનિસ્તાનમાં આતંક અને તાલિબાન સામે લડવા માટે અમેરિકા મદદ કરી શકે છે તો પાકિસ્તાન પણ આતંકવાદ સામે લડવા માટે ભારતની મદદ માંગી શકે છે.

મુદ્દો આતંકવાદ છે નહિ કે કાશ્મીર

મુદ્દો આતંકવાદ છે નહિ કે કાશ્મીર

રાજનાથ સિંહે એ પણ સ્પષ્ટ કર્યુ કે બંને દેશો વચ્ચે મોટો મુદ્દો આતંકવાદ છે નહિ કે કાશ્મીરનો. તેમણે કહ્યુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. વળી, ગૃહમંત્રીએ કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યુ કે રાજકારણમાં કોંગ્રેસ વિશ્વાસ ખતમ કરી રહી છે. તેમની કથની અને કરનીમાં ફરક હોય છે. તેમણે કહ્યુ કે હું એમ નથી કહેવા ઈચ્છતો કે આતંકવાદ ખતમ થઈ ગયો છે પરંતુ છેલ્લા ચાર વર્ષોમાં કોઈ પણ મોટી આતંકવાદી ઘટના થઈ નથી. આતંકવાદ મુખ્ય રીતે કાશ્મીરમાં છે અને અહીં પણ અમુક હદ સુધી નિયંત્રણમાં છે અને વસ્તુઓ વધુ સારી થઈ રહી છે. તેમણે કહ્યુ કે ઘાટાં પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે.

રાજકીય વ્યવસ્થા પાટા પર આવી

રાજકીય વ્યવસ્થા પાટા પર આવી

જમ્મુ કાશ્મીર વિશે રાજનાથ સિંહે કહ્યુ કે સરકાર અહીં રાજકીય વ્યવસ્થાને પાછી પાટા પર લાવવામાં સફળ થઈ રહી છે. જ્યાં સુધી આતંકવાદની વાત છે તો એમાં કોઈ શંકા નથી કે આ પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત છે. નક્સલ સંબંધી સમસ્યા પર બોલતા ગૃહમંત્રીએ કહ્યુ કે નક્સલી ઘટનાઓમાં છેલ્લા ચાર વર્ષોમાં 50-60 ટકા ઘટાડો થયો છે. આ 90 જિલ્લાઓમાંથી સમેટાઈને હવે માત્ર 8-9 જિલ્લાઓમાં જ રહી ગઈ છે. તેમણે એ વાતનું અનુમાન લગાવ્યુ કે આગામી ત્રણથી પાંચ વર્ષોમાં નક્સલી સમસ્યા ખતમ થઈ જશે.

રાહુલ ગાંધી, ઔવેસી પર પલટવાર

રાહુલ ગાંધી, ઔવેસી પર પલટવાર

સર્જીકલ સ્ટ્રાઈક વિશે રાહુલ ગાંધી પર પલટવાર કરીને ગૃહમંત્રીએ કહ્યુ કે પહેલા સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી તો તેને ગોપનીય કેમ રાખવામાં આવી. જો આપણી સેનાએ સાહસનું કામ કર્યુ હતુ તો શું આ દેશને સેનાની શૌર્યતાની જાણકારી ન આપવી જોઈએ. જે રીતે અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ હતુ કે અલ્લાહ મોદીને હરાવશે, તેના પર પલટવાર કરતા રાજનાથ સિંહે કહ્યુ કે અમે કોઈ પણ ધર્મના ભગવાન સામે નથી લડતા. અમે આમાં નથી પડવા માંગતા કારણકે અમે ધર્મ અને જાતિની રાજનીતિમાં ભરોસો નથી કરતા. અમારી રાજનીતિ ન્યાય અને માનવતા પર આધારિત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X