For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ છોડ્યું ભાજપ ચૂંટણી સમિતિનું પદ, રાજનાથ સંભાળશે કમાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર: ભાજપના પીએમ ઇન વેટિંગ નરેન્દ્ર મોદીની પીએમ ઉમેદવાર તરીકે તાજપોશી થયા બાદ તેમને ચૂંટણી પ્રચર કમિટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દિધું છે. નરેન્દ્ર મોદીના રાજીનામા આપ્યા બાદ લાલકૃષ્ણ અડવાણીની ટુકડી વધુ એક ઝટકો લાગ્યો છે.

આ ટુકડીને આશા હતી કે નરેન્દ્ર મોદીના પદ છોડ્યા બાદ આ પદ તેમની પાસે આવશે તો પાર્ટીના સંસદીય બોર્ડે રાજનાથ સિંહને ચૂંટણી પ્રચાર સમિતિ અભિયાન સમિતિની કમાન સોંપી દિધી છે. નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર કમિટીના અધ્યક્ષ રાજનાથ સિંહને બનાવવાનો વિચાર વ્યક્ત કર્યો, જેને સંસદીય બોર્ડે સંક્ષિપ્ત ચર્ચા બાદ સ્વિકાર કરી લીધો છે.

rajnath-modi.jpg

નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવતી વખતે વિવાદ બાદ માનવામાં આવતું હતું કે નારાજ અડવાણીને મનાવવા માટે આ મહત્વપૂર્ણ જવાબદારી તેમના સમર્થક ગણવામાં આવતી સુષમા સ્વરાજને સોંપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીને 13 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. તે સમયે પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ સંસદીય બોર્ડની બેઠકમાં ભાગ લીધો ન હતો અને આનાથી અનુમાન લગાવવામાં આવ્યું હતું કે આ નિર્ણય તે સંતુષ્ટ નથી. નરેન્દ્ર મોદીને આ વર્ષે જૂનમાં પાર્ટીની પ્રચાર સમિતિના પ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા.

English summary
After Modi was anointed as BJP's prime ministerial candidate, Narendra Modi relinquished the post of election campaign committee chief to which party president Rajnath Singh was appointed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X