મોદીના નામની ઘોષણા 9 જૂને કરશે રાજનાથ

નરેન્દ્ર મોદીને આ પદ સોંપવું કે નહીં તે અંગે ભાજપના ચાલી રહેલા મતભેદોનો અંત આવી રહ્યો નથી. એલ કે અડવાણી સહિત ભાજપના મોદી વિરોધી નેતાઓ અચાનક બિમાર પડી ગયા છે અને રાષ્ટ્રીય કારોબોરી બેઠકમાં હાજરી આપી રહ્યા નથી. કેટલાક નેતાઓ એમ જણાવી રહ્યા છે કે અડવાણી શનિવારે ગમે તે સમયે હાજર થઇ શકે છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ અનુસાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પણ ચૂંટણી પ્રચાર સમિતીના અધ્યક્ષ તરીકે મોદીના નામ પર મંજૂરીની મહોર લગાવી દીધી છે. જો કે વડાપ્રધાન પદ માટે મોદીના નામની ઘોષણા અંગે સંઘે ઉતાવળિયો નિર્ણય નહીં લેવાની સલાહ પણ આપી છે.












Click it and Unblock the Notifications
