Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'પાકિસ્તાનમાં ઘૂસીને મારીશુ...', આતંકવાદ પર બોલ્યા રાજનાથ સિંહ, કડક શબ્દોમાં આપી ચેતવણી

Rajnath Singh: રક્ષા મંત્રી રાજનાથ સિંહે આતંકવાદી ગતિવિધિઓને રોકવા માટે મોટી જાહેરાત કરી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શુક્રવારે પ્રસારણકર્તા સીએનએન ન્યૂઝ18 સાથે વાત કરતા કહ્યું હતું કે, દેશમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાનો પ્રયાસ કરીને સરહદ પાર કરીને ભાગી રહેલા કોઈપણ વ્યક્તિને ખતમ કરવા માટે ભારત પાકિસ્તાનમાં પ્રવેશ કરશે.

રાજનાથ સિંહનો આ ઈન્ટરવ્યુ બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયનના અહેવાલના એક દિવસ બાદ આવ્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વિદેશી ધરતી પર રહેતા આતંકવાદીઓને ખતમ કરવાની વ્યાપક યોજનાના ભાગરૂપે ભારતીય ગુપ્તચર એજન્સીઓએ 2020થી પાકિસ્તાનમાં લગભગ 20 લોકોને મારી નાખ્યા છે.

rajnath singh

ધ ગાર્ડિયનના અહેવાલના જવાબમાં વિદેશ મંત્રીએ અખબાર દ્વારા કરવામાં આવેલા દાવાને નકારી કાઢ્યા છે. તેમણે તેમના અગાઉના નિવેદનનો પુનરોચ્ચાર કર્યો હતો કે તે "ભારત વિરોધી ખોટા અને દૂષિત પ્રચાર" હતા. મંત્રાલયે વિદેશ મંત્રી એસ જયશંકરના અગાઉના ઇનકાર પર ભાર મૂક્યો હતો કે અન્ય દેશોમાં લક્ષિત હત્યાઓ "ભારત સરકારની નીતિ નથી".

રાજનાથ સિંહના ઇન્ટરવ્યુના કેટલાક મુદ્દા

ધ ગાર્ડિયનના અહેવાલ વિશે પૂછવામાં આવતા સીએનએન ન્યૂઝને રાજનાથ સિંહે કહ્યું, "જો પાડોશી દેશના આતંકવાદીઓ ભારતમાં શાંતિને ખલેલ પહોંચાડવાનો અથવા ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાનો પ્રયાસ કરશે, તો અમે તેમને યોગ્ય જવાબ આપીશું. અમે તેમને મારવા માટે પાકિસ્તાનમાં ઘૂસીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાચું કહ્યું છે. ભારત પાસે ક્ષમતા છે અને પાકિસ્તાને પણ તેને સમજવાનું શરૂ કરી દીધું છે.

રાજનાથ સિંહ વધુમાં કહ્યુ કે, "ભારત તેના પાડોશી સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવા માંગે છે. આપણો ઈતિહાસ જુઓ. આપણે ક્યારેય કોઈ દેશ પર હુમલો કર્યો નથી કે કોઈ અન્ય દેશના પ્રદેશનો એક ઈંચ પણ કબજો કર્યો નથી. આ ભારતનું ચરિત્ર છે. પરંતુ જો કોઈ આપણી ધરતી પર આતંક ફેલાવીને ભારતને ડરાવવાનો પ્રયાસ કરશે તો તેને બક્ષવામાં આવશે નહીં."

તેમણે કહ્યુ કે, "ખાતરી રાખો કે પીઓકેના લોકો પોતે ભારત સાથે રહેવાની માંગ કરશે. તમે જોયું હશે કે ત્યાં કેટલાક પ્રદર્શનો થયા હતા કારણ કે તેઓ ભારતમાં ભળવા માંગે છે. કલમ 370 નાબૂદ થયા પછી, કાશ્મીરમાં સામાન્ય સ્થિતિ પાછી આવી છે અને ઝડપથી વિકાસ થયો છે.'' અરુણાચલ પ્રદેશ પર વાત કરતાં રાજનાથ સિંહે કહ્યું, ''અરુણાચલ પ્રદેશ ભારતનો ભાગ હતો, ભારતનો ભાગ છે અને હંમેશા ભારતનો ભાગ રહેશે.''

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X