Rajya Sabha Election : રાજ્યસભાની 12 સીટો માટે ચૂંટણી જાહેર, જાણો ક્યારે થશે મતદાન?
ભારતીય ચૂંટણી પંચે 9 રાજ્યોની 12 સીટો પર ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. આ ચૂંટણી માટે 21 ઓગસ્ટથી ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થશે.
ભારતના ચૂંટણી પંચની જાહેરાત અનુસાર, 9 રાજ્યોમાં રાજ્યસભાની 12 ખાલી બેઠકો માટે 3 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે કહ્યું કે, ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ છે. નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 26 અને 27 ઓગસ્ટ છે.

ચૂંટણી પંચની જાહેરાત મુજબ, દરેક રાજ્યસભા બેઠક માટે અલગ-અલગ ચૂંટણી 3 સપ્ટેમ્બરે યોજાશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે.
જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે તેમાં આસામ, બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ત્રિપુરા, તેલંગાણા અને ઓડિશામાં સીટો સામેલ છે.
કેન્દ્રીય મંત્રીઓ પીયૂષ ગોયલ, સર્બાનંદ સોનોવાલ અને જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત અન્ય વર્તમાન સભ્યો લોકસભામાં ચૂૂંટાયા બાદ આ સીટો ખાલી પડી છે. આ રાજ્યો ઉપરાંત પણ ચૂંટણી યોજાવાની છે.
નામાંકન માટેની છેલ્લી તારીખ: 21 ઓગસ્ટ
મતદાનનો સમયઃ સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી
મતગણતરીઃ 3 સપ્ટેમ્બરે સાંજે 5 કલાકે
નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ - 26મી ઓગસ્ટ (આસામ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ત્રિપુરા)
નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ - 27મી ઓગસ્ટ (બિહાર, હરિયાણા, રાજસ્થાન, તેલંગાણા, ઓડિશામાં)












Click it and Unblock the Notifications
