રાજ્યસભાની ચૂંટણી: બીજેપીએ જાહેર કરી બીજી યાદી, દુષ્યંતકુમાર ગૌતમ બન્યા હરિયાણાથી ઉમેદવાર
ભારતીય જનતા પાર્ટીએ આગામી રાજ્યસભાની ચૂંટણીઓ માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપે રામચંદ્ર ઝાંગડા અને દુષ્યંતકુમાર ગૌતમનું નામ હરિયાણાથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે રાખ્યું છે જ્યારે હિમાચલ પ્રદેશના ઇન્દુ ગોસ્વામીને ભાજપ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ સાથે જ પાર્ટીએ મધ્યપ્રદેશના બે અને મહારાષ્ટ્રના બે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

બીજેપીએ ચુંટણીની બીજી યાદી કરી જાહેર
વિધાનસભાની પેટા-ચૂંટણી માટે પાર્ટીએ મહારાષ્ટ્રમાંથી અમરીશભાઇ રસિકલાલ પટેલની નિમણૂક કરી છે, જ્યારે રાજ્યસભા માટે ડો. ભગવત કરાડને જ્યારે મધ્યપ્રદેશથી ડો.સુમેરસિંહ સોલંકીને પાર્ટીએ નામાંકિત કર્યા છે. બુધવારે પાર્ટીએ 11 ઉમેદવારોના નામની ઘોષણા કરી હતી. આ યાદીમાં ભાજપે આસામની બે, બિહારની એક, ગુજરાતમાં બે, ઝારખંડની એક, મણિપુરની એક, મધ્યપ્રદેશની એક, મહારાષ્ટ્રની બે અને રાજસ્થાનની એક બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી.

એમપીમાંથી જ્યોતિરાદીત્યનું નામ જાહેર
ભાજપે મધ્યપ્રદેશથી જ્યોતિરાદિત્ય સિંધિયાને નોમિનેટ કર્યા. ભાજપમાં જોડાવાના કલાકો પછી આવેલા ઉમેદવારોની યાદીમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના નામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. લાંબા સમયથી કોંગ્રેસમાં રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયા, જે કોંગ્રેસ માટે મોટો આંચકો માનવામાં આવે છે.

આ લોકોના પણ નામ જાહેર
આ સાથે જ મહારાષ્ટ્રમાં ભાજપના સાથી પક્ષ આરપીઆઈના રામદાસ આઠવલેને પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ સિવાય છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને સતારાના પૂર્વ સાંસદ ઉદયન રાજે ભોંસલેને પણ પાર્ટીએ ઘોષણા કરી છે. ઉદયન રાજે ભોંસલે એનસીપી છોડીને ભાજપમાં જોડાયા હતા. આ સાથે જ પાર્ટીએ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી સી.પી.ઠાકુરના પુત્ર વિવેક ઠાકુરને બિહારની રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. જ્યારે સહયોગી હરિવંશ અને રામનાથ ઠાકુર જેડીયુ વતી રાજ્યસભા જશે.
લખનઉ પોસ્ટર કેસ: યોગી સરકારને સુપ્રીમનો ઝટકો, હાઇકોર્ટના આદેશ પર રોક લગાવવાનો ઇનકાર