For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અસમમાં રાજ્યસભાની બે સીટો માટે આજે મતદાન, મનમોહનની જીત નિશ્ચિત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

manmohan-pm
ગુવાહાટી, 30 મે: અસમમાં રાજ્યસભાની બે સીટો માટે ગુરૂવારે મતદાન થવાનું છે. તેમાં એક સીટ પર કોંગ્રેસના ઉમેદવાર વડાપ્રધાન મનમોહન સિંહની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.

રાજ્યની 126 સભ્યોવાળી વિધાનસભામાં કોંગ્રેસના કુલ 78 ધારાસભ્ય છે, જેની પ્રથમ પસંદગી વોટો માટે મનમોહન સિંહ એકમાત્ર ઉમેદવાર છે અને આથી તેમની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે, જ્યારે બીજી સીટ માટે કોંગ્રેસન એસ કુજૂર અને એઆઇયૂડીએફના અમીનુલ ઇસ્લામ વચ્ચે ટક્કર છે. વિધાનસભામા6 15 મેના રોજ ચૂંટણી અધિકારી સમક્ષ વડાપ્રધાનને 40 ધારાસભ્યોના સમર્થનવાળા ઉમેદવારીપત્રના ચાર સેટ દાખલ કર્યા હતા અને 23 મેના રોજ આ ઉમેદવારી પત્રોની તપાસમાં યોગ્ય જોવા મળ્યા હતા.

વિધાનસભામાં ગુરૂવારે સવારે નવ વાગ્યાથી સાંજે ચાર વાગે મતદાન તહ્સે અને તે દિવસે સાંજે પાંચ વાગે વોટોની ગણતરી કરવામાં આવશે. ચૂંટણી આયોગ દ્વારા 13 મેના રોજ જાહેર કરવામાં આવેલા જાહેરનામા મુજબ આગામી ત્રણ જૂન સુધી ચૂંટણી પ્રક્રિયા પુરી કરવાની છે.

વિધાનસભાના સૂત્રોએ જણાવ્યું હતું કે બીજી સીટ માટે મતદાનની તૈયારી પુરી કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા યૂનાઇટેડ ડેમોક્રેટિક ફન્ટ (એઆઇયૂડીએફ) રાજ્યની સૌથી મોટી વિપક્ષી પાર્ટી છે અને તેમની પાસે વિધાનસભામાં કુલ 18 સીટો છે.

English summary
Polling for two Rajya Sabha seats from Assam will be held on Thursday with the victory of Prime Minister and Congress candidate Manmohan Singh certain in one of the seats.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X