રાકેશ ટિકૈતે કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધો, ધરણા સ્થળેથી પહોંચ્યા હોસ્પિટલ
રાકેશ ટિકૈતે કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધો, ધરણા સ્થળેથી પહોંચ્યા હોસ્પિટલ
ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે કોરોનાની રસી લગાવી છે. મંગળવારે ગાઝિયાબાદના કૌશાંબીમાં યશોદા હોસ્પિટલ પહોંચી સવારે દસ વાગ્યે રાકેશ ટિકૈતે રસી લગાવી. રસી લગાવ્યા બાદ 11 વાગ્યે રાકેશ ટિકૈત હોસ્પિટલેથી પાછા આવી ગયા. દિલ્હી યૂપીને જોડતી બોર્ડર પર કેટલાય મહિનાથી ધરણા આપી રહેલા રાકેશ ટિકૈતે થોડા સમય પહેલા તમામ ખેડૂતોને કોરોનાની રસી આપવાની માંગ પણ કરી હતી.

દેશમાં સતત વધતા કોરોના મામલા વચ્ચે કોરોના રસીકરણે પણ ગતી પકડી છે. 16 જાન્યુઆરીથી દેશમાં વેક્સીન આપવાનું કામ શરૂ કરાયું છે. હાલ દેશમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી લગાવવામાં આવી રહી છે. આવી રીતે આજે રાકેશ ટિકૈતને પણ રસી લગાવવામાં આવી છે.
હજારો ખેડૂતો ગત કેટલાય મહિનાથી દિલ્હીને પંજાબ, હરિયાણા અને યૂપીથી જોડતી બોર્ડર પર ધરણા આપી રહ્યા છે. કેન્દ્ર સરકાર ગત વર્ષે જૂનમાં ત્રણ નવા કૃષિ કાયદા લઈને આવી હતી, જેમાં સરકારે મંડિઓથી બહાર ખરીદી, કોન્ટ્રાક્ટ ફાર્મિંગને મંજૂરી આપવા અને અન્ય કેટલાય અનાજ અને દાળના ભંડાર સીમા ખતમ કરવા જેવા પ્રાવધાન કર્યા છે. જેને લઈ ખેડૂતો જૂન 2020થી સતત આંદોલન કરી રહ્યા છે અને આ કાયદા પરત લેવાની માંગ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
