For Daily Alerts
કેજરીવાલ વિરૂદ્ધ આંદોલન કરશે રાખી સાવંત
નવી દિલ્હી, 26 ઑક્ટોબર: હવે આઇટમ ગર્લ રાખી સાવંત આંદલન પર ઉતરી આવી છે. તેને જાહેરાત કરી છે કે તેનું આંદોલન ઇન્ડિયા અગેન્ટ કરપ્શનના અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ હશે. કેજરીવાલ જ્યાં-જ્યાં પ્રચાર કરવા જશે ત્યાં તે તેમના વિરોધમાં પોતાનો પ્રચાર કરશે. આટલું જ નહી રાખી સાવંતે ગુરૂવારે દિલ્હીમાં રાખી સાવંત ફેન્સ ક્લબના નામથી પોતાની એક ફેન્સ ક્લબ પણ બનાવી દિધી છે.
ક્લબ બનાવ્યા પછી રાખી સાવંતે જાહેરાત કરી હતી કે અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં જ્યાં-જ્યાં જશે, ક્લબના સભ્યો તેમના વિરોધમાં ઉતરશે. રાખીએ કેજરીવાલને ભાગેડુ જાહેર કરતાં કહ્યું હતું કે તે જે રસ્તા પર ચાલી રહ્યાં છે તેનાથી વધુ એક રાવણ પેદા થશે. રાખીનું કહેવું છે કે કેજરીવાલ અને તેમની ટીમ પોતાના હેતુથી ભટકી રહી છે.
રાખીએ કેજરીવાલ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે કેજરીવાલનું મગજ ખરાબ થઇ ગયું છે. તે દુનિયાની બેંડ બગાડવામાં લાગ્યાં છે. રાખી સાવંતે ભારપૂર્વક કહ્યું હતું કે તે કેજરીવાલની પોલ ખોલશે.
રાખી સાવંત કેજરીવાલને મળવા માંગે છે અને તેમને કેટલાક પ્રશ્નો પૂછવા માંગે છે. રાખીએ કહ્યું છે કે કેજરીવાલને મળવા માટે તેને સમય માંગ્યો હતો પરંતુ તેમને ફોન ઉપાડવાનું જ બંધ કરી દિધું છે. અરવિંદ કેજરીવાલ તેના ડરી ગયા છે.