For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામ જન્મભૂમિની સુરક્ષામાં તૈનાત 16 પોલિસકર્મી સહિત પૂજારી કોરોના પૉઝિટીવ

રામ મંદિરના પૂજારી પ્રદીપ દાસ સહિત સુરક્ષામાં તૈનાત 16 પોલિસકર્મી કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા છે.

|
Google Oneindia Gujarati News

રામનગરી અયોધ્યાથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ભૂમિ પૂજન કાર્યક્રમ પહેલા રામ મંદિરના પૂજારી પ્રદીપ દાસ સહિત સુરક્ષામાં તૈનાત 16 પોલિસકર્મી કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા છે. પ્રદીપ દાસ મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના શિષ્ય છે. હાલમાં તેમને હોમ ક્વૉરંટાઈન કરી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે રામ જન્મભૂમિમાં મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ સાથે સાથે ચાર પૂજારી રામ લલાની સેવા કરે છે. આ ચાર પૂજારીઓમાંથી એક પૂજારી પ્રદીપદાસ છે.

ભૂમિ પૂજનની તૈયારીઓ વચ્ચે કોરોના વાયરસે દીધી દસ્તક

ભૂમિ પૂજનની તૈયારીઓ વચ્ચે કોરોના વાયરસે દીધી દસ્તક

રામ મંદિરના ભૂમિ પૂજનની તૈયારીઓ વચ્ચે કોરોના વાયરસે દસ્તક દઈ દીધી છે. અહીં સાધુ-સંતો સાથે રામ જન્મભૂમિની સુરક્ષામાં લાગેલા 16 પોલિસકર્મી પણ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પૂજારી પ્રદીપ દાસ પણ કોરોના વાયરસ પૉઝિટીવ મળી આવ્યા છે. તે મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના શિષ્યછે. હાલમાં પ્રદીપ દાસ સહિત 16 પોલિસકર્મીઓને ક્વૉરંટાઈન કરી દેવામાં આવ્યા છે. વળી, મંદિરના પૂજારી અને પોલિસકર્મીઓનો રિપોર્ટ કોરોના પૉઝિટીવ મળ્યા બાદ હોબાળો મચી ગયો છે.

5 ઓગસ્ટે ભૂમિ પૂજન માટે અયોધ્યા આવશે પીએમ મોદી

5 ઓગસ્ટે ભૂમિ પૂજન માટે અયોધ્યા આવશે પીએમ મોદી

રામ મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમમાં શામેલ થવા માટે 5 ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યા આવશે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે દેશના તમામ ગણમાન્ય લોકો પણ ઉપસ્થિત રહેશે. આ ભૂમિ પૂજન કાર્યક્રમની ભવ્યતા અને પ્રચારમાં રામ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટ કોઈ કસર નથી છોડી રહ્યુ. વળી, પ્રધાનમંત્રીના પ્રવાસ માટે અયોધ્યામાં સઘન સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.

બે વૉટરપ્રૂફ પંડાલ અને એક મંચ બનશે

બે વૉટરપ્રૂફ પંડાલ અને એક મંચ બનશે

વળી, બીજી તરફ રામ મંદિર ભૂમિ પૂજન માટે રામ જન્મભૂમ પરિસરમાં પંડાલ બનાવવાનુ કામ શરૂ થઈ ગયુ છે. માહિતી મુજબ 2 વૉટરપ્રૂફ પંડાલ બનાવવામાં આવી રહ્યા છે. આમાં એક નાનો મંચ પણ બનશે. મંચ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સીએમ યોગી, સંઘ પ્રમુખ મોહન ભાગવત, ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય હશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરીને પંડાલમાં ખુરશીઓ ગોઠવવામાં આવશે.

મણિપુરઃ ચંદેલમાં મ્યાનમાર સીમા પર અસમ રાઈફલ્સના જવાનો પર હુમલો, અમુક જવાન શહીદમણિપુરઃ ચંદેલમાં મ્યાનમાર સીમા પર અસમ રાઈફલ્સના જવાનો પર હુમલો, અમુક જવાન શહીદ

English summary
Ram Janmabhoomi Priest Pradeep Das Corona positive, including 16 policemen posted for security.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X