For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવતા મહિને શરૂ થશે રામ મંદિરનુ નિર્માણ, ભૂમિ પૂજનમાં પીએમ મોદી થઈ શકે છે શામેલ

અયોધ્યામાં વહેલી તકે રામ મંદિરનુ નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવી શકે છે.

|
Google Oneindia Gujarati News

અયોધ્યામાં વહેલી તકે રામ મંદિરનુ નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવી શકે છે. ભૂમિ પૂજન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રિત કરવામાં આવ્યા છે. રામ મંદિરનુ નિર્માણ શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંમતિ સાથે જ તારીખને અંતિમ રૂપ આપવા માટે અયોધ્યામાં બેઠક પણ થઈ. શનિવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં મંદિર નિર્માણના સંભવિત કાર્યક્રમ વિશ નિર્ણય થશે.

ભૂમિ પૂજન માટે પીએમ મોદીને મોકલવામાં આવ્યુ આમંત્રણ

ભૂમિ પૂજન માટે પીએમ મોદીને મોકલવામાં આવ્યુ આમંત્રણ

ટ્રસ્ટના સભ્યોએ પુષ્ટિ કરી કે પ્રધાનમંત્રીને એક નિમંત્રણ મોકલવામાં આવ્યુ છ અને કાલની બેઠકમાં મંદિર નિર્માણની શરૂઆતની તારીખને અંતિમ સ્વરૂપ આપવાની સંભાવના છે. મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા બેઠકમાં ઉપસ્થિત રહેશે. સૂત્રો મુજબ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમના હિસાબે આપવામાં આવેલી તારીખ વિશે અવગત કરાવશે. તેમની સાથે બીએસએફના પૂર્વ મહાનિર્દેશક અને રામ જન્મભૂમિ ટ્રસ્ટના સુરક્ષા સલાહકાર કે કે શર્મા પણ હતા.

મોહન ભાગવત પણ થઈ શકે છે કાર્યક્રમમા શામેલ

મોહન ભાગવત પણ થઈ શકે છે કાર્યક્રમમા શામેલ

સંભાવના એ પણ છે કે રામ મંદિર નિર્માણ શરૂ થવાના દિવસે પીએમ મોદી સાથે સાથે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ પ્રસંગે હાજર રહેશે. સૂત્રો મુજબ રામજન્મભૂમિ પર નિર્માણ ઓગસ્ટમાં શરૂ થવાની સંભાવના છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર મંદિર નિર્માણ સમારંભને ઘણા કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને અન્ય મહત્વપૂર્ણ ગણમાન્ય વ્યક્તિઓ સાથે મનાવવાનો હતો. જો પીએમ મોદી અયોધ્યા આવશે તો તે મંદિર સાથે 70 એકર પરિસરમાં થનાર વિકાસ કાર્યોનુ પણ નિરીક્ષણ કરશે.

કોવિડ 19ના કારણે અમુક લોકો સુધી સીમિત રાખવામાં આવ્યો કાર્યક્મ

કોવિડ 19ના કારણે અમુક લોકો સુધી સીમિત રાખવામાં આવ્યો કાર્યક્મ

કોવિડ-19ના પ્રસાર બાદ આ સૂચિમાં માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંઘ પ્રમુખ મોહન ભાગવત, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે અમુક મંત્રીઓ અને વિસ્તારના સાંસદો શામેલ થવાની સંભાવના છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર રચિત મંદિર ટ્રસ્ટના સભ્યોએ કહ્યુ કે શિલાન્યાસનો કાર્યક્રમ સિંહ દ્વાર પર કરવામાં આવ્યો છે કે જે યોગ્ય સમારંભ નહોતો. તેમણે કહ્યુ કે મંદિર નિર્માણ શરૂ કરવા માટે ગર્ભગૃહમાં ભૂમિ પૂજન કરવામાં આવશે. આ મંદિર નિર્માણની ઔપચારિક શરૂઆત છે જેના માટે નિમંત્રણ મોકલવામાં આવ્યા છે.

'3 વર્ષના હતા પાયલટ જ્યારે હું MP બન્યો, પાછા આવશે તો ગળે લગાવીશ''3 વર્ષના હતા પાયલટ જ્યારે હું MP બન્યો, પાછા આવશે તો ગળે લગાવીશ'

English summary
Ram Mandir construction to begin next month, PM modi may be attend ceremony.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X