For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ તારીખથી અયોધ્યામાં શરૂ થઈ શકે રામ મંદિરના નિર્માણનું કામ

આ તારીખથી અયોધ્યામાં શરૂ થઈ શકે રામ મંદિરના નિર્માણનું કામ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનવાનો ઈંતેજાર કરી રહેલા ભગવાન રામના ભક્તો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સમાચાર મુજબ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ આગામી 15 ડિસેમ્બરેથી શરૂ થઈ શકે છે. મંદિરના નિર્માણને લઈ હાલ ટેક્નિકલ નિષ્ણાંતોના રિપોર્ટનો ઈંતેજાર છે, જે આવતાં જ નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવશે. પાછલા બે દિવસથી અયોધ્યામાં ચાલી રહેલ મંદિર નિર્માણ સમિતીની બેઠક મંગળવારે ખતમ થઈ અને સમિતિએ પણ આ સમાચારની પુષ્ટિ કરતાં જણાવ્યું કે જલદી જ રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થશે.

ayodhya

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ અયોધ્યામાં રામ મંદિરને લઈ બોલાવવામાં આવેલી બેઠકમાં મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા ઉપરાંત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારી પણ સામેલ થયા. જણાવી દઈએ કે અગાઉ 15 ઓક્ટોબરેથી રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થવાનું હતું, પરંતુ બાદમાં તે આગળ વધારવામાં આવ્યું. ઉપરાંત રામ મંદિર નિર્માણ સાથે જોડાયેલ નિષ્ણાંતોને પણ સાઈટ અંદરથી અમુક મીટર સુધીની ઢીલી રેતી મળી, જે કારણે રામ મંદિરના નિર્માણની તારીખ આગળ વધારવામાં આવી.

Farmer Protest: ખેડૂતોને આજે લેખિત પ્રસ્તાવ આપશે સરકાર, રાષ્ટ્રપતિને મળશે રાહુલ-પવારFarmer Protest: ખેડૂતોને આજે લેખિત પ્રસ્તાવ આપશે સરકાર, રાષ્ટ્રપતિને મળશે રાહુલ-પવાર

English summary
ram mandir construction work can start from 15th december
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X