Ram Mandir Inauguration : આમંત્રણ બાદ પણ રોહિત શર્મા અને એમએસ ધોની અયોધ્યા ન આવ્યા, જાણો કેમ?
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં બોલિવૂડ અને ખેલ જગતના ઘણા લોકોને આમંત્રણ મોકલાયા હતા. આ આમંત્રણ બાદ પણ રોહિત શર્મા અને એમએસ ધોની સહિત ઘણા ખેલાડીઓ ગેરહાજર રહ્યા.
અયોધ્યામાં આ કાર્યક્રમમાં ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર પણ રામની પ્રતિમાના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે મુંબઈથી અયોધ્યા પહોંચ્યા હતા.

અન્ય રમતગમતની હસ્તીઓમાં ભારતની બેડમિન્ટન સુપરસ્ટાર સાઈના નેહવાલ, સ્પિન-બોલિંગ લિજેન્ડ અને ભૂતપૂર્વ કેપ્ટન અનિલ કુંબલે તેમજ ભૂતપૂર્વ ઝડપી બોલર વેંકટેશ પ્રસાદનો સમાવેશ થાય છે.
આ સિવાય રવિન્દ્ર જાડેજા પણ અયોધ્યા પહોંચ્ય. વિરાટ કોહલી અયોધ્યામાં હોવાની માહિતી ચોક્કસ હતી પરંતુ તેનો કોઈ ફોટો સામે આવ્યો નથી.
કેપ્ટન રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની જેવા ભારતીય દિગ્ગજ ખેલાડીઓને પણ અયોધ્યામાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ ક્રિકેટરો આ ઈવેન્ટ ચૂકી ગયા.
રોહિતના ન આવવા પાછળનું કારણ આગામી ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી સાથે સંબંધિત હોઈ શકે છે, પરંતુ એમએસ ધોની ન આવવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે આમંત્રિત કરાયેલા ક્રિકેટરોમાં મહેન્દ્ર સિંહ ધોની, ગૌતમ ગંભીર, રવિચંદ્રન અશ્વિન, કપિલ દેવ, રાહુલ દ્રવિડ, રોહિત શર્મા, સુનીલ ગાવસ્કર અને વીરેન્દ્ર સેહવાગ આ કાર્યક્રમમાં હાજર ન રહ્યા. આ તમામની ગેરહાજરીનું કારણ અકબંધ છે.












Click it and Unblock the Notifications
