Ram Mandir : ઈસરોએ જારી કર્યો રામ મંદિરનો આકાશી નજારો, જુઓ ફોટો

રામ મંદિર અભિષેક સમારોહ પહેલા ISROના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC) એ રામ મંદિરના આકાશમાંથી લીધેલા ફોટો જારી કર્યા છે. આ તસવીરો અંતરિક્ષમાંથી સ્વદેશી ઉપગ્રહો દ્વારા લેવામાં આવી છે.

NRSC દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં નિર્માણાધીન રામ મંદિર મોટા કદમાં જોઈ શકાય છે. NRSC મુજબ, નિર્માણાધીન મંદિરનો ફોટો ભારતીય ઉપગ્રહો દ્વારા 16 ડિસેમ્બર 2023 ના રોજ અભિષેક સમારોહના લગભગ એક મહિના પહેલા લેવામાં આવ્યા હતા.

Ram Mandir

સેટેલાઇટ તસવીરોમાં રામ મંદિર નજીક પુનઃવિકાસિત દશરથ મહેલ અને સરયૂ નદી પણ જોઈ શકાય છે. NRSC દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં અયોધ્યા રેલ્વે સ્ટેશનનું નવું નવીનીકરણ પણ દેખાઈ રહ્યું છે.

મંદિરનો પ્રથમ તબક્કો પૂર્ણતાના આરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 22 જાન્યુઆરીએ રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેશે. પરંપરાગત નાગર શૈલીમાં બનેલું મંદિર સંકુલ 380 ફૂટ લાંબુ (પૂર્વ-પશ્ચિમ દિશા), 250 ફૂટ પહોળું અને 161 ફૂટ ઊંચું હશે. મંદિરનો દરેક માળ 20 ફૂટ ઊંચો હશે અને તેમાં કુલ 392 થાંભલા અને 44 દરવાજા હશે.

Ram Mandir

આ મંદિર ગ્રેનાઈટ, સેન્ડસ્ટોન અને માર્બલનો ઉપયોગ કરીને લોક અને કી મિકેનિઝમ સાથે બાંધવામાં આવ્યું છે, જે 1,000 વર્ષ સુધીનું આયુષ્ય સુનિશ્ચિત કરે છે.

તમને જણાવી દઈએ કે, રામ મંદિરના નિર્માણમાં લોખંડ કે ગારાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X