Ram Mandir : જાણો કોણે બનાવી છે રામ મંદિરની ડિઝાઈન? 15 પેઢીથી કરી રહ્યા છે આ કામ
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થવા જઈ રહ્યું છે. આ મંદિર લોકો માટે ખુલ્લુ મુકાય તે પહેલા તેની ભવ્યતા વિશે ખુબ ચર્ચા થઈ રહી છે.
અયોધ્યામાં રામ મંદિર લગભગ સંપૂર્ણ રીતે તૈયાર છે અને ટૂંક સમયમાં સામાન્ય લોકો માટે ખુલવા જઈ રહ્યું છે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો અભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ તેને લોકો માટે ખોલવામાં આવશે.

ભવ્ય રામ મંદિરની તસવીરો પણ સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે મંદિર કેટલું સુંદર છે. આ તસવીરો બાદ લોકો એ જાણવા પ્રયાસ કરી રહ્યા છે કે તેની ડિઝાઈન કોણે બનાવી છે?
જણાવી દઈએ કે, રામ મંદિરની ડિઝાઈન જાણીતા ડિઝાઈનર ચંદ્રકાંત સોમપુરાએ કરી છે. તેમની 15 પેઢીઓથી મંદિરોની ડિઝાઇન કરવામાં આવી રહી છે. આ કામમાં તેમનો પરિવાર વિશ્વ વિખ્યાત છે.
સોમપુરા પરિવારે અત્યાર સુધીમાં દેશના અનેક મોટા મંદિરોની ડિઝાઈન તૈયાર કરી છે. જેમાં ગુજરાતના સોમનાથ મંદિર અને બિરલા મંદિરનો પણ સમાવેશ થાય છે.
લગભગ 30 વર્ષ પહેલા ગુજરાતના રહેવાસી ચંદ્રકાંત સોમપુરાએ રામ મંદિર આંદોલન દરમિયાન ડિઝાઇન તૈયાર કરી હતી, જેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે અને હવે મંદિરને આખરી રૂપ આપવામાં આવ્યુ છે.












Click it and Unblock the Notifications
