For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામ મંદિર ટ્રસ્ટની પહેલી બેઠક, નૃત્ય ગોપાલ દાસ બન્યા અધ્યક્ષ

રામ મંદિર ટ્રસ્ટની પહેલી બેઠક, નૃત્ય ગોપાલ દાસ બન્યા અધ્યક્ષ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર તરફથી ગઠિત રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટની પહેલી બેઠક બુધવારે મળી. પહેલી બેઠકમાં મહંત નૃત્ય ગોપાલ દાસને ટ્રસ્ટના અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા છે. ટ્રસ્ટના પ્રમુખ કે પારાશરણના ઘરે બેઠક મળી હતી. બેઠક બાદ પારાશરણે જણાવ્યું કે રામ જન્મભૂમિ ન્યાસ મહંત નૃત્ય ગોપાલ દાસ ટ્રસ્ટના અધ્યક્ષ અને વિશ્વ હિન્દુ પરિષદના ચંપત રાય મહાસચિવ હશે.

ayodhya case

ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગિરિને બનાવવામાં આવ્યા છે. મંદિર નિર્માણ સમિતિના ચેરમેન પૂર્વ કેબિનેટ સચિવ નૃપેન્દ્ર મિશ્રા હશે. બેઠકમાં મહંત ધીરેન્દ્ર દાસ, સ્વામી પરમાનંદ જી મહારાજ, વાસુદેવાનંદ જી મહારાજ, ચંપત રાય, મહંત નૃત્ય ગોપાલ દાસ, કામેશ્વર ચૌપાલ, અવનીશ અવસ્થી, મહંત ગોવિંદ દેવ જી મહારાજ પ્રસન્ના તીર્થ સામેલ થયા.

ટ્ર્સ્ટના પદાધિકારી ચૂંટાયા બાદ હવે 15 દિવસ બાદ અયોધ્યામાં ટ્રસ્ટની બેઠક મળશે. મંદિર નિર્માણ સિતિ આ બેઠકમાં પોતાનો રિપોર્ટ રાખશે. આ રિપોર્ટના આધારે મંદિર બનાવવાની તારીખ નક્કી કરાશે. જણાવી દઈએ કે અયોધ્યાની વિવાદિત જમીન પર સુપ્રીમ કોર્ટનો ફેસલો મંદિરના પક્ષમાં આવ્યા બાદ કેન્દ્ર સરકારે ટ્ર્સ્ટની રચના કરી છે. જે મંદિર નિર્માણનું કામ જોશે.

ઉત્તર પ્રદેશ સરકાર તરફથી બે આઈએએસ અધિકારી આ બેઠકમાં સામેલ થયા. આ અધિકારીઓમાં એડિશનલ મુખ્ય સચિવ (ગૃહ) અવનીશ અવસ્થી અને અયોધ્યાના જિલ્લા મેજિસ્ટ્રેટ અનુજ ઝા સામેલ છે. ઉત્તર પ્રદેશના અપર મુખ્ય સચિવ ગૃહ અવનીશ અવસ્થી અને અયોધ્યાના ડીએમ અનુજ કુમાર ઝાને શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં પદેન સભ્યતા તરીકે સામેલ કરવામાં આવ્યા છે. જેમાં આ શરત પણ છે કે જો ડીએમ હિન્દુ ધર્મને માનશે તો તેમના સ્થાને એડીએમ અયોધ્યા સભ્ય રહેશે. જો સરકારી અધિકારી (જેમ કે કલેક્ટર)નું ટ્રાન્સફર થાય છે તો, તેમની જગ્યાએ તહેનાત કરવામાં આવનાર નવા ઑફિસરને સભ્ય બનાવી દેવામાં આવશે. અસ્થાયી સભ્ય હટવાની સ્થિતિમાં ટ્રસ્ટના બાકી સભ્યો મળી તેમની જગ્યાએ અન્ય કોઈની નિયુક્તિ કરી શકે છે.

જામિયાએ સરકારને 2.66 કરોડનુ બિલ મોકલ્યું, કહ્યું- દિલ્હી પોલીસે સંપત્તિને નુકસાન પહોંચાડ્યુંજામિયાએ સરકારને 2.66 કરોડનુ બિલ મોકલ્યું, કહ્યું- દિલ્હી પોલીસે સંપત્તિને નુકસાન પહોંચાડ્યું

English summary
Ram Mandir Trust First meeting Nitya Gopal Das named trust President
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X