Ram Mandir : શેના લાકડામાંથી બની રહ્યા છે રામ મંદિરના દરવાજા? સોનાની મઢવામાં આવશે
રામ મંદિર તૈયાર થઈ ગયુ છે અને તેના ઉદ્ધાટન માટેની તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ભવ્ય મંદિરમાં ઘણા દરવાજા હશે અને કેટલાક દરવાજાને સોનાની મઢવામાં આવશે.
રામ મંદિરના નિર્માણને લઈને ઘણી માહિતી સામે આવી રહી છે. શું તમે જાણો છો કે રામ મંદિરમાં કેટલા દરવાજા હશે અને તે કયા લાકડામાંથી બનેલા છે?

રામ મંદિરની ભવ્યતાને લઈને ખુબ ચર્ચા છે. આ મંદિરમાં અનેક પ્રકારની કલાકૃતિઓ જોવા મળશે. રામ મંદિરની દીવાલો પર અનેક ભગવાનની આકૃતિઓ કોતરવામાં આવી છે અને સાથે સાથે સાથે સુંદર આર્ટવર્ક પણ જોવા મળશે. મંદિરમાં મકરાણા માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
રામ મંદિરના દરવાજાની વાત કરીએ તો મંદિરમાં કુલ 46 દરવાજા છે. તેમાંથી 14 દરવાજા એવા છે કે જેને સોનાથી મઢવામાં આવી રહ્યા છે. આ દરવાજાઓ પર સોનામાંથી કલાકૃતિઓ બનાવવામાં આવી છે.
રામ મંદિરના તમામ દરવાજા સાગના લાકડાના બનેલા છે. આ લાકડું વર્ષો સુધી એવું જ રહે છે અને બગડતું નથી. આ જ કારણ છે કે તેની કિંમત ઘણી વધારે છે. સાગના લાકડાની 50 હજારથી 1 લાખ પ્રતિ ઘનમીટર છે.
દેહરાદૂન સ્થિત વન સંશોધન સંસ્થાએ રામ મંદિરમાં સાગના લાકડાનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું. સંસ્થાએ જણાવ્યું હતું કે, સૌથી મજબૂત લાકડું મહારાષ્ટ્રના સાગનું લાકડું છે. જે બાદ મંદિરના દરવાજા માટે આ લાકડાની પસંદગી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
