ભારતના 14માં રાષ્ટ્રપતિ બન્યા રામનાથ કોવિંદ

Posted By:
Subscribe to Oneindia News

ભારતને એનડીએ ઉમેદવાદ રામનાથ કોવિંદના રૂપમાં ભારતના 14માં રાષ્ટ્રપતિ મળી ગયા છે. ભારે મતોથી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રામનાથ કોવિંદની જીત થઇ છે. અને તેમને 14માં રાષ્ટ્રપતિ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. એનડીએના તમામ નેતાઓ સમેત ઠેર ઠેર લોકોએ તેમની જીત બાદ ખુશી વ્યક્ત કરી છે. ક્યાંક તેમની ખુશીમાં ફટાકડા ફોડવામાં આવ્યા છે તો ક્યાંક પૂજા-અર્ચના. સાથે જ મોટી સંખ્યામાં સોશ્યલ મીડિયા પર લોકો તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ત્યારે કોણે તેમની જીત પર શું કર્યું અને શું કહ્યું જાણો અહીં...

રામનાથ કોવિંદ

રામનાથ કોવિંદ

ઉલ્લેખનીય છે કે રામનાથ કોવિંદને 65.65 ટકા જેટલા વોટ મળ્યા છે. જ્યારે મીરા કુમારને 34.35 ટકા વોટ મળ્યા છે. સંસદ ભવનના રૂમ નંબર 62 મતગણતરી કરવામાં આવી હતી. હવે તે ટૂંક સમયમાં જ રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે.

PM નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છા

તો ભારતના 14માં રાષ્ટ્રપતિ બન્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ટ્વિટર દ્વારા શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ તેમણે એક રામનાથ કોવિંદનો 20 વર્ષ જૂનો ફોટો મૂકીને જણાવ્યું હતું કે તમારા અંગે જાણવું હંમેશાથી ખાસ રહ્યું છે. સાથે જ વડાપ્રધાને મીરા કુમારને પણ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં અભૂતપૂર્વ રીતે અભિયાન લડવામાં માટે આવકાર્યા હતા.

CM વિજય રૂપાણી

તો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રામનાથ કોવિંદની જીત પર તેમને શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાંથી 99 ટકા મતદાન થયું હતું. અને કોંગ્રેસ અને ભાજપના તમામ મોટો નાના નેતાઓએ હાજર રહીને ચૂંટણીમાં પોતાનો મત આપ્યો હતો.

રામનાથ કોવિંદ

ત્યારે પોતાની ભવ્ય જીત પછી થનારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મીડિયા સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું કે મારી આ જીત દેશના તમામ વ્યક્તિ માટે સંદેશરૂપ છે જે પોતાના કર્તવ્યોને સુવ્યવસ્થિત રીતે નિભાવે છે. સાથે જ તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ પદ માટે મારા પર પસંદગી ઉતારવી એ ભારતીય જનતા પાર્ટીની મહાનતાનું પ્રતીક છે. જો કે પોતાની હાર બાદ મીરા કુમારે પણ મીડિયાને જણાવ્યું હતું કે આર્દર્શોને લઇને તેમની જે લડાઇ છે તે ચાલુ રહેશે.

English summary
Ram Nath Kovind become 14th President of India. Read here how various leaders and social media react on his victory.
Please Wait while comments are loading...