રામનાથ કોવિંદે લીધી શપથ,બન્યા ભારતના 14માં રાષ્ટ્રપતિ
આજે ભારતના 14માં રાષ્ટ્રપતિના રૂપે રામનાથ કોવિંદ શપથ ગ્રહણ કરી હતી. શપથ ગ્રહતનો ખાસ કાર્યક્રમ બપોરે 12 વાગે શરૂ થયો હતો. જેમાં ભાજપના તમામ મોટો નેતાઓ સમેત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. રામનાથ કોવિંદે સવારે 10:30 રાજઘાટ પહોંચી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ઘાજંલિ આપી હતી. જે બાદ તે 11:15 જેવા રાષ્ટ્રપતિ ભવનના સ્ટડી રૂમમાં આવીને પ્રણવ મુખર્જીને મળી ત્યાંથી દરબાર હોલના કાર્યક્રમમાં ભાગ લીધો
રાષ્ટ્રપતિની શપથ લીધા પછી પોતાના પહેલા સંબોધનમાં કોવિંદ 125 કરોડ નાગરિકોને અભિનંદન વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે હું જ માટીમાંથી આવ્યું છે. એક સામાન્ય પરિવારથી આવેલા તેવા મેં એક લાંબી યાત્રા પૂર્ણ કરી અહીં પહોંચ્યો છું. સાથે જ તેમણે કહ્યું કે આપણે બધા એક છીએ અને એક જ રહીશું તે ભાવના હોવી જરૂરી છે. કોવિંદે કહ્યું કે વિવિધતા આપણી તાકાત છે. ડિઝિટલ રાષ્ટ્ર વિકાસની નવી ઊંચાઇઓ આંબશે. એક તેવા સમાજને તૈયાર કરવાની જરૂર છે જેની કલ્પના મહાત્મા ગાંધીએ કરી હતી. ભારતના તમામ નાગરિકા પ્રત્યે અમને ગર્વ છે. અને 21મી સદી ભારતની સદી હશે. સાથે જ તેમણે કહ્યું કે રાષ્ટ્ર નિર્માણ ખાલી સરકારનું કામ નથી. આર્થિક વિકાસની સાથે નૈતિક આદર્શ પણ જરૂરી છે. ન્યાય અને સમાનતાના મૂળમંત્રનું પાલન કરવું જરૂરી છે.