'ફાંસો ખાવાથી થયું ગેંગરેપના આરોપી રામસિંહનું મોત'

જેલ પ્રશાસન અનુસાર દિલ્હીની તિહાર જેલમાં પોતાના બેરેકમાં રામસિંહે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી, પરંતુ પ્રશાસનના આ નિવેદનને રામસિંહના પરિવારજનો અન તેના વકીલે પાયાવિહોણું ગણાવ્યું હતું. પરિવારજનોનું કહેવું છે કે, રામસિંહનો એક હાથ ખરાબ હતો, તેવામાં તે આત્મહત્યા કરી શકે તેમ નથી. બીજી તરફ રામસિંહના વકીલનું પણ કેહવું છે કે રામસિંહને જેલમાં ઘણો ત્રાસ આપવામાં આવતો હતો અને તેની હત્યા પાછળ આ ત્રાસ કારણભૂત છે.
નોંધનીય છે કે એક વિદ્યાર્થિની સાથે રામસિંહ અને તેના પાંચ સાથીઓએ દક્ષિણ દિલ્હીમાં સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. તેમણે બળાત્કાર પહેલા વિદ્યાર્થિની અને તેના પુરુષ મિત્રને ક્રુરતાપુર્વક માર્યા હતા. યુવતીનું 29 ડિસેમ્બરે સિંગાપોરની એક હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.












Click it and Unblock the Notifications
