For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શનિવારે થશે રામવિલાસ પાસવાનના અંતિમ સંસ્કાર, આજે પટના લવાશે પાર્થિવ શરીર

બિહારના દિગ્ગજ નેતા રામવિલાસ પાસવાનના અંતિમ સંસ્કાર પટનામાં શનિવારે કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનુ ગુરુવારે નિધન થઈ ગયુ છે. તેઓ 74 વર્ષના હતા અને ઘણા સમયથી બિમાર હતા. હાલમાં જ તેમની હાર્ટ સર્જરી પણ કરવામાં આવી હતી. બિહારના આ દિગ્ગજ નેતાના અંતિમ સંસ્કાર પટનામાં શનિવારે કરવામાં આવશે. આ પહેલા સ્વર્ગીય રામવિલાસ પાસવાનના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે આજે સવારે 10 વાગે તેમના નિવાસ સ્થાને 12 જનપથ(દિલ્લી) પર હોસ્પિટલથી સીધા લઈ જવામાં આવશે.

ram vilas paswan

ત્યારબાદ રામવિલાસ પાસવાનના પાર્થિવ શરીરને બપોર બાદ 2 વાગે પટના લાવવામાં આવશે. ત્યારબાદ તેમના પાર્થિવ શરીરને એરપોર્ટથી લોકજનશક્તિ પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ દિવંગત નેતાના પાર્થિવ શરીરને પટના લોજપા કાર્યાલયથી વિધાનસભા લઈ જવામાં આવશે.

પોતાના પિતાના નિધનના સમાચાર આપતા દુઃખી ચિરાગ પાસવાને પોતાના ટ્વિટમાં લખ્યુ કે, 'પપ્પા... હવે તે આ દુનિયામાં નથી પરંતુ મને ખબર છે કે તમે જ્યાં પણ છો હંમેશા તમારી સાથે છો. મિસ યુ પાપા..' તેમના સમ્માનમાં આજે રાજકીય શોકની ઘોષણા કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયે કહ્યુ છે કે કેન્દ્રીય મંત્રી પાસવાનના નિધન પર શોક રૂપે શુક્રવારે દિલ્લી, બધા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોની રાજધાનીમાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે, તેમના અંતિમ સંસ્કારના દિવસે પણ ધ્વજ ઝૂકેલો રહેશે.

રામવિલાસ પાસવાનના નિધન પર આજે રાજકીય શોક, રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશેરામવિલાસ પાસવાનના નિધન પર આજે રાજકીય શોક, રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે

English summary
Ram Vilas Paswan last rites will be performed with state honors on saturday and his earthly body will be brought to Patna today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X