For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકઃ વિશ્વાસ મત પહેલા કોંગ્રેસના એક બાગી ધારાસભ્યએ રાજીનામુ પાછુ લીધુ

કર્ણાટકમાં છેલ્લા ઘણા સપ્તાહથી ચાલી રહેલ રાજકીય સંકટ હજુ પણ યથાવત છે. પરંતુ આ દરમિયાન બુધવારે રાતે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન માટે એક રાહતના સમાચાર આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં છેલ્લા ઘણા સપ્તાહથી ચાલી રહેલ રાજકીય સંકટ હજુ પણ યથાવત છે. પરંતુ આ દરમિયાન બુધવારે રાતે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન માટે એક રાહતના સમાચાર આવ્યા છે. કોંગ્રેસના બાગી ધારાસભ્ય રામલિંગા રેડ્ડીએ કહ્યુ કે તે પોતાનુ રાજીનામુ પાછુ લઈ રહ્યા છે અને તે કોંગ્રેસના પક્ષમાં મતદાન કરશે. તમને જણાવી દઈએ કે 18 જુલાઈના રોજ વિધાનસભામાં ગઠબંધન સરકારે ફ્લોર ટેસ્ટમાંથી પસાર થવાનુ છે. આ વિશે કોંગ્રેસ અને જેડીએસે પોતાના ધારાસભ્યો માટે વ્હિપ જાહેર કર્યુ છે. જો કે કોર્ટના ચુકાદા અનુસાર બાગી ધારાસભ્યો પર વ્હિપ લાગુ નહિ થાય.

ramalinga reddy

ધારાસભ્ય રામલિંગા રેડ્ડીનું એલાન, હું કાલે વિધાનસભા સત્રમાં ભાગ લઈશ અને પાર્ટીના પક્ષમાં મતદાન કરીશ. હું પાર્ટીમાં રહીશુ અને ધારાસભ્ય રૂપે કામ કરીશુ. વળી, કોંગ્રેસના બાગી ધારાસભ્ય સુધાકર પાછા બેંગલુરુ આવી ગયા છે. તેમણે કહ્યુ કે તેમની દીકરી ડેંગ્યુથી પીડિત છે જેનો તે ઈલાજ કરાવશે. ગુરુવારે વિશ્વાસમત દરમિયાન તે સંસદમાં નહિ રહે. સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદા બાદ કર્ણાટકમાં કોંગ્રેસ તેમજ જનતાદળ-સેક્યુલર (જદ-એસ) ગઠબંધન સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે.

ગુરુવારે વિશ્વાસમત દરમિયાન બાગી ધારાસભ્યોને સંસદ છોડ્યા બાદ ગઠબંધન પાસે બહુમત સાબિત કરવા માટે જરૂરી સભ્ય નહિ હોય. કર્ણાટકના બાગી ધારાસભ્યોએ સ્પષ્ટ કરી દીધુ છે કે તે 18 જુલાઈએ વિશ્વાસમત પર ચર્ચા દરમિયાન સંસદમાં નહિ જાય. મુંબઈની એક હોટલમાં લગભગ 10 દિવસથી હાજર કોંગ્રેસના ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ખુશી વ્યક્ત કરી છે. બાગી ધારાસભ્યોએ કહ્યુ કે તે બધા પોતાના નિર્ણય પર અડગ છે અને સંસદમાં જવાનો કોઈ સવાલ જ નથી ઉઠતો.

જદ-એસના બાગી ધારાસભ્ય એ એચ વિશ્વાનાથે કહ્યુ કે અમે ગુરુવારે વિધાનસભામાં ભાગ લેવા માટે બેંગલુરુ નથી જઈ રહ્યા. અમે સત્રમાંથી હટવાની અનુમતિ આપવા માટે સર્વોચ્ચ ન્યાયાલયનો આભાર માનીએ છીએ. અમે અધ્યક્ષને રાજીનામુ આપી ચૂક્યા છે અને તેને ત્વરિત સ્વીકૃત થવાની આશા રાખીએ છીએ. કોંગ્રેસના 13 અને જેડીએસના ત્રણ ધારાસભ્યો સહિત કુલ 16 ધારાસભ્યોએ રાજીનામુ આપ્યુ છે. વળી, બે અપક્ષ ધારાસભ્યો- આર શંકર અને એચ નાગેશે ગઠબંધન સરકારમાંથી પોતાનુ સમર્થન પાછુ લઈ લીધુ છે.

આ પણ વાંચોઃ Karnataka Floor Test Live Updates: વિશ્વાસમત પહેલા કોંગ્રેસના ધારાસભ્ય શ્રીમંત બાલાસાહેબ પાટિલ ગાયબ

English summary
Ramalinga Reddy confirms that he will remain in Congress party and vote in favour of Karnataka govt
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X