શહીદ હેમંત કરકરે સાથે જોડાયેલા નિવેદન પર પ્રજ્ઞાના બચાવમાં બાબા રામદેવ આવ્યા
યોગ ગુરુ બાબા રામદેવે શહીદ હેમંત કરકરે વિરુદ્ધ નિવેદન આપીને ફસાયેલી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનો બચાવ કર્યો છે.
યોગ ગુરુ બાબા રામદેવે શહીદ હેમંત કરકરે વિરુદ્ધ નિવેદન આપીને ફસાયેલી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનો બચાવ કર્યો છે. તેમને કહ્યું કે પ્રજ્ઞા ઠાકુર સાથે અન્યાય થયો છે. કોઈની ફક્ત શંકાના આધારે ધરપકડ કરીને પ્રતાડિત કરવું યોગ્ય નથી. બાબા રામદેવને જયારે હેમંત કરકરે પર પ્રજ્ઞા ઠાકુરની ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું કે પ્રજ્ઞા ઠાકુર અને તેમના સાથીઓની જયારે ધરપકડ કરવામાં આવી ત્યારે જેલમાં તેમને ઘણી યાતનાઓ આપવામાં આવી હતી.
આ પણ વાંચો: અમિત શાહે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર મામલે મોટી વાત જણાવી

પ્રજ્ઞા ઠાકુર પર જે વીત્યું તેને પણ મીડિયા જુએ
બાબા રામદેવે કહ્યું કે જેલમાં પ્રજ્ઞા ઠાકુર પર ઘણા અત્યાચાર થયા. તેમને ખરાબ રીતે પ્રતાડિત કરવામાં આવ્યા. મીડિયાએ બંને પક્ષને જોવા જોઈએ. મીડિયાએ તે પણ જોવું જોઈએ કે સાધ્વી પ્રજ્ઞા પર ઘણા અત્યાચાર થયા છે.

સાધ્વી પ્રજ્ઞાએ હેમંત કરકરે માટે કંઈક આવું નિવેદન આપ્યું
સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે હેમંત કરકરેએ તેને માલેગાંવ બ્લાસ્ટ અંગે ખુબ જ પરેશાન કરી હતી. ત્યારે મેં તેને શ્રાપ આપ્યો હતો કે જા, તારું સર્વનાશ થશે. આ બધાના ત્રણ મહિના પછી જ તેની મૌત થઇ ગઈ. પ્રજ્ઞા ઠાકુર તેને નિવેદનને કારણે સોશ્યિલ મીડિયા પર ટ્રોલ થઇ રહી છે.

જામીન પર છે સાધ્વી પ્રજ્ઞા
માલેગાંવ બ્લાસ્ટની આરોપી ગણાવવામાં આવેલી પ્રજ્ઞા ઠાકુર હાલમાં જામીન પર બહાર છે. તેવી સ્થિતિમાં ભાજપ ઘ્વારા તેને ભોપાલ લોકસભા સીટથી ટિકિટ આપવા મામલે વિવાદ ઉભો થયો છે. લોકસભા સીટની ટિકિટ મળ્યા પછી પ્રજ્ઞા ઠાકુર સતત વિવાદિત નિવેદન આપી રહી છે. હાલમાં જ તેને ભોપાલ લોકસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહને મહિસાસુર ગણાવ્યા અને પોતાને મહિસાસુર વર્ધાની ગણાવી.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
