Ramgarh Bypoll Result: પોસ્ટ બેલેટમાં NDAના ઉમેદવાર આગળ
રામગઢ વિધાનસભા સીટ પર થયેલ પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર કરવામાં આવશે. આ સીટ પર કુલ 67.96% મતદાન થયું છે જેમાં 2,28,152 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
Ramgarh bypoll election result in gujarati: રામગઢ વિધાનસભા સીટ પર 27 ફેબ્રુઆરીએ પેટાચૂંટણી થઇ હતી, આજે હવે 2 માર્ચે વહેલી સવારે 8 વાગ્યેથી મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. મતગણતરી રામગઢ કોલેજમાં થઇ રહી છે. 405 બૂથની મતગણતરી 11 રાઉન્ડમાં પૂર્ણ થશે, જેના માટે ત્રણેય ખંડોમાં 40 ટેબલ લગાવવામાં આવ્યાં છે. મતગણતરી કેન્દ્રની આસપાસ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. જણાવી દઈએ કે મતગણતરી શરૂ કરતા પહેલાં ડીસી માધવી મિશ્રાએ મતગણતરી સ્થળની મુલાકાત લીધી હતી અને અધિકારીઓને વિશેષ નિર્દેશ પણ આપ્યા છે.

રામગઢ પેટાચૂંટણી માટે સૌથી પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી થઈ, જેમાં એનડીએ ઉમેદવાર સનીતા ચૌધરીને લીડ મળી. જો કે તેઓ કેટલા મતથી આગળ છે તેની હજી સત્તાવાર ઘોષણા થઇ નથી.
પાંચમી પેટાચૂંટણી સંપન્ન થઇ
યૂપીએ મહાગઠબંધન સરકારના કાર્યકાળમાં આ પાંચમી પેટાચૂંટણી છે, જે સંપન્ન થઇ. આવી સ્થિતિમાં સત્તા પક્ષ અને વિપક્ષ બંને તરફથી આ સીટ પરહ કબ્જો કરવા પૂરી તાકાત લગાવી દેવામાં આવી છે. અગાઉ થયેલ પેટાચૂંટણીમાં 4 સીટ પર UPAએ બાજી મારી છે. જો રામગઢ સીટ પણ જીતે છે તો યૂપીએ માટે મોટી ઉપલબ્ધિ માનવામાં આવશે. પરંતુ, NDA આ સીટને હાંસલ કરવામા્ં સફળ થાય છે, તો ભાજપ-આજસૂના ગઠબંધનને મજબૂતી મળશે અને આગામી ચૂંટણીમાં તેની અસર જોવા મળી શકે છે.
પેટાચૂંટણીમાં UPA-NDAએ એડીચોટીનું જોર લગાવ્યું
રામગઢ સીટ જીતવા માટે યૂપીએ અને એનડીએએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી. યૂપીએ મહાગઠબંધન ઉમેદવાર બજરંગ મહતો માટે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સહિત સાંસદ, ધારાસભ્ય અને કેટલાય દિગ્ગજ નેતાઓએ પ્રચાર કર્યો હતો. જ્યારે એનડીએ ઉમેદવાર સુનીતા ચૌધરી તરફથી કેન્દ્રીય મંત્રી, પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી, સાંસદ, ધારાસભ્ય સહિત કેટલાય દિગ્ગજોએ સીટ હાંસલ કરવા માટે એડી-ચોટીનું જોર લગાવી દીધું હતું.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
