પંચકુલામાં ધરપકડ કરાયેલા રામપાલનો કરાયો મેડિકલ ટેસ્ટ, કોર્ટમાં થશે હાજર
હિસાર, 20 નવેમ્બર: મોડી રાત્રે સતલોક આશ્રમમાંથી ધરપકડ કરવામાં આવેલા રમાપાલ યાદવને આજે પંજાબ-હરિયાણા હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવશે. આજે સવારે ડ્યૂટી મેજિસ્ટ્રેટની સમક્ષ રજૂ કર્યા બાદ પોલીસ તેને હાઇકોર્ટમાં રજૂ કરશે. પોલીસ રામપાલના આશ્રમમની તલાશી પણ લેશે. આ દરમિયાન આશ્રમમાં હજુ સુધી રામપાલના સમર્થકોનો જમાવડો છે.

ધરપકડ બાદ થયો મેડિકલ ટેસ્ટ
રામપાલને અંતે સતલોક આશ્રમમાંથી બુધવારે રાતે સવા નવ વાગે ધરપકડ કરી લીધી. લગભગ સવા બે વાગે પંચકુલાની જિલ્લા હોસ્પિટલમાં તેમનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો, જેમાં બધુ સામાન્ય જોવા મળ્યું. આશ્રમને સીલ કરી સીઆરપીએફે પોતાના કબજામાં લઇ લીધો છે. મેડિકલ તપાસ બાદ રામપાલને પંચકુલાના હોસ્પિટલમાં રાખવામાં આવ્યા. મેડિકલ તપાસમાં રામપાલનું સ્વાસ્થ્ય છે. પલ્સ, બ્લડ પ્રેશર તથા ઇસીજી બધુ સામાન્ય મળ્યું. રામપાલની સાથે તેમના ત્રણ-ચાર સમર્થક પણ લાવવામાં આવ્યા હતા, જેમનું મેડિકલ કરાવવામાં આવ્યું.
આશ્રમમાંથી લગભગ 15000 સમર્થકોને બહાર કાઢવમાં આવ્યા
'સ્વયંભૂ સંત' રામપાલને મોટી રાતે તેમના આશ્રમમાંથી ધરપકડ કરવામાં આવ્યા આ પ્રકારે બે અઠવાડિયાથી પોલીસ અને રામપાલ સમર્થકો વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ અવરોધ સમાપ્ત થઇ રહ્યો છે. આ પહેલાં આશ્રમમાંથી લગભગ 15000 સમર્થકોને બહાર કાઢવામાં આવ્યા. ડીજીપી એસ એન વશિષ્ઠે કહ્યું કે વિવાદાસ્પદ 'સ્વયંભૂ સંત'ને એક અભિયાન બાદ ધરપકડમાં લેવામાં આવ્યા. અભિયાન 'ખૂબ મુશ્કેલ' હતું કારણ કે સુરક્ષાબળોને રામપાલના કમાંડોના વિરોધનો સામનો કરવો પડ્યો.
પાનીપતના પોલીસ અધિક્ષક સતીશ બાલને કહ્યું કે રામપાલે સમર્પણ કર્યું નથી પરંતુ તેને સતલોક આશ્રમમાંથી ધરપકડ કરવામાં આવ્યો. એક સમયે એંજિનિયર રહેલા રામપાલને પકડવા માટે ચલાવવામાં આવેલા અભિયાનમાં સામેલ હિસાર રેંજના પાંચ પોલીસ અધિક્ષકોમાં એક બાલન પણ હતા. આશ્રમમાં ચાર મહિલાઓનું રહસ્યમય પરિસ્થિતિમાં મૃત્યું થયું અને બે અન્ય લોકોનું હોસ્પિટલમાં મોત નિપજ્યું. આશ્રમમાં મોટી સંખ્યામાં ફસાયેલા લોકોની સુરક્ષાનું ધ્યાન રાખતાં અભિયાનને સાવધાનીપૂર્વક ચલાવવામાં આવ્યું. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું 'અમને ખુશી છે કે આખું અભિયાન શાંતિપૂર્ણ રહ્યું'.












Click it and Unblock the Notifications
