For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રઃ દિલ્લીમાં આજે કોંગ્રેસ અને એનસીપી નેતાઓની બેઠક, સરકાર બનાવવા અંગે થશે ચર્ચા

આજે એનસીપી-કોંગ્રેસના નેતા સાથે બેસશે જેમાં સરકાર કોની અને કેવી રીતે બનશે તેના પર ચર્ચા થશે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં સરકારની રચના માટે શિવસેના, રાકાંપા અને કોંગ્રેસ વચ્ચે હજુ પણ પેચ ફસાયેલો છે, ભાજપનો સાથે છોડીને સરકાર બનાવવાના સપના જોઈ રહેલી શિવસેનાને એનસીપી પ્રમુખ શરદ પવારના નિવેદનથી આકરો ઝટકો લાગી શકે છે કારણકે સોમવારે સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ શરદ પવારે મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે તેમની પાસે સરકાર બનાવવા માટે ઘણો બધો સમય છે, હજુ બીજા કોઈ સાથે સરકાર બનાવવાની ચર્ચા થઈ નથી.

દિલ્લીમાં આજે કોંગ્રેસ અને એનસીપી નેતાઓની બેઠક

દિલ્લીમાં આજે કોંગ્રેસ અને એનસીપી નેતાઓની બેઠક

હાલમાં આજે એનસીપી-કોંગ્રેસના નેતા સાથે બેસશે જેમાં સરકાર કોની અને કેવી રીતે બનશે તેના પર ચર્ચા થશે, બેઠકમાં અજિત પવાર, જયંત પાટિલ, પ્રફૂલ્લ પટેલ, અશોક ચવ્વાણ અને બાલાસાહેબ થોરાટ શામેલ હશે. તમને જણાવી દઈએ કે કાલે શરદ પવારના સોનિયા ગાંધીને મળ્યા બાદ શિવસેના નેતા સંજય રાઉત પણ તેમને મળવા પહોંચ્યા હતા, રાઉતે મુલાકાત બાદ કહ્યુ કે બધી પાર્ટીઓ ઈચ્છે છે કે રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન ખતમ થવુ જોઈએ.

સરકાર બનાવવા અંગે વાત નથી થઈઃ પવાર

સરકાર બનાવવા અંગે વાત નથી થઈઃ પવાર

જો કે પ્રેસ કોન્ફરન્સમાં પવારે સ્પષ્ટ કહ્યુ કે હજુ સરકાર બનાવવા પર વાત નથી થઈ, હજુ કોંગ્રેસ-એનસીપીએ પરસ્પર વાત કરી છે, આગળની રણનીતિ માટે બંને પાર્ટીના નેતા પરસ્પર વાત કરશે, જ્યારે શરદ પવારને પૂછવામાં આવ્યુ કે શિવસેના દાવો કરી રહી છે કે તેમની પાસે 170 ધારાસભ્યોનુ સમર્થન છે, તો શરદ પવારે જવાબ આપ્યો કે મને નથી ખબર કે તેમની પાસે આ આંકડો ક્યાંથી આવ્યો છે, તે જ આ વિશે જણાવી શકે છે, હું નહિ.

આ પણ વાંચોઃ સિયાચિન ગ્લેશિયલમાં હિમસ્ખલન, 4 જવાન શહીદ, 2 કુલીના મોતઆ પણ વાંચોઃ સિયાચિન ગ્લેશિયલમાં હિમસ્ખલન, 4 જવાન શહીદ, 2 કુલીના મોત

આજ સુધી વિરોધ માટે વેલમાં નથી ગયોઃ પવાર

આજ સુધી વિરોધ માટે વેલમાં નથી ગયોઃ પવાર

પીએમ દ્વારા રાજ્યસભામાં એનસીપીની પ્રશંસા પર પવાર બોલ્યા કે હું આટલા વર્ષોથી સંસદનો સભ્ય છુ, આજ સુધી ક્યારેય પણ વિરોધ માટે વેલમાં નથી ગયો. આ અમારી પાર્ટીની નીતિ છે, પીએમે તેનો જ ઉલ્લેખ કર્યો. તમને જણાવી દઈએ કે સોમવારે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

English summary
Randeep Surjewala said the two leaders decided that representatives from NCP and Congress will meet in Delhi to discuss the way forward in Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X