ગેંગરેપ આરોપી ગાયત્રી પ્રજાપતિ 14 દિવસના રિમાન્ડ પર

Written By:
Subscribe to Oneindia News

અખિલેશ યાદવ ની સપા સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ગેંગ રેપ નો આરોપી ગાયત્રી પ્રજાપતિ ને આખરે પોલીસે પકડી પાડ્યો છે. પોલીસે લખનઉ થી ગાયત્રી પ્રજાપતિની ધરપકડ કરી છે. પોલીસે ગાયત્રી પ્રજાપતિને કોર્ટમાં રજૂ કર્યા, જ્યાંથી ચેમને 14 દિવસની ન્યાયિક રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. કોર્ટમાં ગાયત્રી પ્રજાપતિએ પોતાના તથા પીડિત મહિલાના નાર્કો ટેસ્ટની માંગણી કરી હતી. તેણે કહ્યું કે, નાર્કો ટેસ્ટ બાદ બધી વાત સાફ થઇ જશે.

ગાયત્રી પ્રજાપતિના પુત્ર, 3 સહીયોગીની ધરપકડ

ગાયત્રી પ્રજાપતિના પુત્ર, 3 સહીયોગીની ધરપકડ

આ પહેલાં મંગળવારના રોજ ગાયત્રી પ્રજાપતિના 3 સહયોગીઓની પોલીસે ધરપકડ કરી હતી. ગાયત્રીની મદદ કરવાના આરોપ હેઠળ પોલીસે તેમના બંન્ને પુત્રો અનુરાગ અને અનિલ પ્રજાપતિની ધરપકડ કરી હતી. ગાયત્રી પ્રજાપતિ છેલ્લા ઘણા સમયથી ગાયબ હતા, આથી કોર્ટ દ્વારા તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું તથા તેમની સંપત્તિ જપ્ત કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો. મંગળવારે ગાયત્રી પ્રજાપતિના પુત્ર તથા ભત્રીજા સુરેન્દ્રની ધરપકડ બાદ ગાયત્રી આજે આત્મ સમર્પણ માટે લખનઉ જવા રવાના થયા હતા. પરંતુ આત્મ સમર્પણ પહેલાં જ પોલીસે તેમની ધરપકડ કરી હતી, ધરપકડ બાદ તેમને આલમબાગ કોતવાલી લઇ જવામાં આવ્યા હતા.

ઇડીજી એ કરી ધરપકડની પુષ્ટિ

ઇડીજી એ કરી ધરપકડની પુષ્ટિ

યુપીની કાયદાકીય વ્યવસ્થાના એડીજી દલજીત ચૌધરીએ જણાવ્યું કે, ગાયત્રી પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે. તેમને ગાયત્રી પ્રજાપતિ અંગે ગુપ્ત જાણકારી મળી હતી, જે પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલાં જ અન્ય છ આરોપીઓ અશોક તિવારી, પિંટૂ સિંહ, વિકાસ શર્મા, ચંદ્રપાલ, રૂપેશ અને આશીષ શુક્લાની ધરપકડ કરવામાં આવી હતી. પ્રજાપતિના પુત્ર અનુરાગ અને ભત્રીજા સુરેન્દ્રની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

યોગી બોલ્યાં, થશે કડક તપાસ

યોગી બોલ્યાં, થશે કડક તપાસ

આ આખા મામલે યોગી આદિત્યનાથે કહ્યું કે, યુપીમાં ભાજપને લોકોએ જનાદેશ આપ્યો છે, પ્રદેશમાં મહિલાઓ વિરુદ્ધ કોઇ પણ પ્રકારનો અત્યાચાર સાંખી નહીં લેવાય. સુપ્રીમ કોર્ટના આદેશ પર ગાયત્રી પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે. સપા સરકારે તેમની ધરપકડ નહોતી કરી, પરંતુ હવે આ મામલાની કડક તપાસ થશે.

2 વર્ષ સુધી બ્લેકમેલ કરી આચર્યું દુષ્કર્મ

2 વર્ષ સુધી બ્લેકમેલ કરી આચર્યું દુષ્કર્મ

ગાયત્રી પ્રજાપતિ પર એક મહિલાએ ગેંગ રેપ તથા તે મહિલાની સગીર પુત્રીના યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. ગાયત્રી વિરુદ્ધ એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે, ગાયત્રી પ્રજાપતિ તથા તેમના સાથીદારોએ મળીને 2 વર્ષ સુધી તેને બ્લેકમેલ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ મહિલાની સગીર પુત્રીની પણ શારીરિક છેડછાડ કરવાનો આરોપ મહિલાએ લગાવ્યો હતો. પીડિતાએ પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ તેની ફરિયાદ પર કોઇ કાર્યવાહી ન થતાં આખરે પીડિતાએ સુપ્રીમ કોર્ટમાં શરણ લીધી હતી. સુપ્રીમ કોર્ટે તુરંત મંત્રી વિરુદ્ધ રેપ અને પૉસ્કો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો.

ચામાં નશીલો પદાર્થ મેળવી કર્યો રેપ

ચામાં નશીલો પદાર્થ મેળવી કર્યો રેપ

મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, લગભગ 3 વર્ષ પહેલાં તે મહિલાની ગાયત્રી પ્રજાપતિ સાથે ઓળખાણ કરાવવામાં આવી હતી. મહિલાનો આરોપ છે કે, તેની ચામાં નશીલો પદાર્થ મેળવી બેહોશીની હાલતમાં તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ગાયત્રીએ આ ઘટનાની તસવીરો પણ લીધી હતી અને ત્યાર બાદ એ તસવીરો દ્વારા બ્લેકમેલ કરી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતું.

પુત્ર પર હતો રેપનો આરોપ

પુત્ર પર હતો રેપનો આરોપ

ગાયત્રી પ્રજાપતિના બંન્ને પુત્રોના નામે 20થી વધુ કંપનીઓ છે, જેમાં તેઓ અબજો રૂપિયાના માલિક છે. મોટો દિકરો અનુરાગ ગાયત્રી પ્રજાપતિ સાથે જ કમિશન એજન્ટ તરીકે કામ કરતો હતો. વર્ષ 2014માં અનુરાગ પર પણ અમેઠીની એક યુવતીએ રેપનો આરોપ લગાવ્યો હતો. તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાની ઘણી અરજીઓ કરવામાં આવી હતી, પરંતુ ગાયત્રી પ્રજાપતિએ પોતાના સત્તાના જોરે એફઆઇઆર નોંધાવા જ નહોતી દીધી.

English summary
Rape accused Gayatri Prajapati arrested from Lucknow.
Please Wait while comments are loading...