સોનિયા ગાંધીના અંગત સચિવ સામે બળાત્કારનો કેસ દાખલ, દલિત મહિલા પર દુષ્કર્મનો આરોપ-સુત્રો!

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગત સચિવ પીપી માધવન વિરુદ્ધ દિલ્હીમાં બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ માધવન પર લગ્ન અને નોકરીના બહાને દલિત મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ છે.

નવી દિલ્હી, 27 જૂન : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગત સચિવ પીપી માધવન વિરુદ્ધ દિલ્હીમાં બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ માધવન પર લગ્ન અને નોકરીના બહાને દલિત મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલાના પતિનું મૃત્યુ વર્ષ 2020માં થયું હતું. તે દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયમાં પાર્ટીના હોર્ડિંગ્સ લગાવતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીના ઉત્તમ નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

Rape case

પીપી માધવન પર મહિલાને નોકરી અપાવવાના નામે ઘણી વખત રેપ કરવાનો આરોપ છે. પીડિતાએ પ્રાઈવેટ સેક્રેટરી વિરુદ્ધ નોકરી અને લગ્નના બહાને બળાત્કારનો આરોપ લગાવતા કેસ દાખલ કર્યો છે. પોલીસે બળાત્કારની કલમ 376 અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની કલમ 506 હેઠળ કેસ નોંધ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીડિતાએ 26 જૂને જ પોલીસમાં રેપનો કેસ નોંધાવ્યો હતો. પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તે વિધવા છે અને તેનો પતિ કોંગ્રેસ કાર્યાલયમાં હોર્ડિંગ્સ લગાવતા હતો, જેનું વર્ષ 2020માં મૃત્યુ થયું હતું. મહિલાએ આરોપ લગાવ્યો છે કે પીપી માધવને તેની સાથે ઘણી વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે માધવને મહિલાના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X