For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લિવ-ઇન રિલેશનમાં બ્રેક-અપથી વધી રહ્યાં છે બળાત્કાર: હાઇકોર્ટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

live-in
નવી દિલ્હી, 20 જૂન: દેશમાં વધતા જતા બળાત્કાર જેવી ધૃણાસ્પદ ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. મહિલા અપરાધ સાથે જોડાયેલી આ ઘટના પર હાઇકોર્ટે ગંભીરતા જોતાં કહ્યું કે યુવાનોની અણસમજના લીધે બળાત્કાર જેવી ઘટનાઓ વધી રહી છે. દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે નાની ઉંમરના લીધે યુવાનો કમિટમેન્ટ કરી લે છે.

યુવાનો અણસમજમાં લિવ-ઇનમાં રહેવાનું શરૂ કરી દે છે. પરંતુ આ સંબંધોમાં નિષ્ફળ રહેવા તથા બ્રેક-અપના મુદ્દે બળાત્કારનું રૂપ ધારણ કરી લે છે. હાઇકોર્ટે સ્વિકાર્યું કે લિવ-ઇન રિલેશનમાં બ્રેક-અપ થવું બળાત્કારના કેસમાં વધારો થવાનું કારણ છે. કોર્ટે યુવાનોના માતા-પિતાને આ પ્રકારના કેસમાં નિવારણમાં સંવેદનશીલતા વર્તવાની અપીલ કરી છે.

જસ્ટિસ કૈલાશ ગંભીર અને સુનીતા ગુપ્તાએ આ ટિપ્પણી એક છોકરીના દિલ્હી નિવાસી ચાર પરિવારજનોની ઉંમરકેદને યથાવત રાખતાં કરી. કેસમાં આરોપીમાં છોકરીના પિતા પણ છે. છોકરીના પોતાએ પોતાની પુત્રીનું પ્રેમ કરવું કબૂલ ન હતું. આથી ગુસ્સામાં આવીને તેમણે પોતાની પુત્રીના પ્રેમીની હત્યા કરી દિધી હતી. કોર્ટે 24 વર્ષના યુવકની હત્યા પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે યુવાનો ખાસ કરીને છોકરીઓનું લિવ-ઇન સંબંધમાં જવું અથવા લગ્ન કરવાના નિર્ણય પહેલાં જવાબદેહ જવાની જરૂરિયાત છે. જેથી બળાત્કાર જેવી ઘટનાઓ અટકાવી શકાય.

English summary
The Delhi High Court has held that rape cases are increasing due to failure of live-in relationship or young adults acting immaturely by getting into commitments that end up in break-ups.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X