For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

20 વર્ષની સજાથી બચવા બળાત્કારી પાદરી પીડિત સાથે કરવા ઈચ્છે છે લગ્ન

કેરળમાં રેપના આરોપી પાદરીએ સજાથી બચવા માટે ફરીથી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

કેરળમાં રેપના આરોપી પાદરીએ સજાથી બચવા માટે ફરીથી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. સાથે જ ખુદની સજા ઘટાડવા અને જામીન મળવા માટે વિચિત્ર વાત કહી છે. પાદરી મુજબ તે રેપ પીડિતા સાથે લગ્ન કરવા ઈચ્છે છે. તેનો હેતુ ગુનો ખતમ કરવાનો છે. આરોપી પાદરી અત્યારે જેલમાં છે અને 20 વર્ષની સજા કાપી રહ્યો છે.

kerala HC

માહિતી મુજબ કેથોલિક પાદરી રૉબિન વડાક્કુમચેરી વાયનાડના એક ચર્ચમાં વાઈકર હતો. ત્યાં ટ્રસ્ટ તરફથી એક સ્કૂલ સંચાલિત કરવામાં આવતી હતી ત્યાં પણ પાદરીને સારુ પદ મળેલુ હતુ. આ દરમિયાન તેણે 2016માં એક 16 વર્ષની સગીરા પર બળાત્કાર કર્યો. સમગ્ર બાબતની જાણ ત્યારે થઈ જ્યારે સગીરા ગર્ભવતી થઈ. બાદમાં ખુલાસો થયો કે પાદરીએ ઘણી વાર છોકરી સાથે બળજબરી કરી હતી. ત્યારબાદ સમગ્ર મામલો કોર્ટ પહોંચ્યો અને છોકરીએ પણ 2017માં એક બાળકને જન્મ આપ્યો. તમામ પુરાવાઓના આધારે કોર્ટે પાદરીને ત્રણ કેસમાં દોષી ગણીને 20 વર્ષની સજા સંભળાવી. હવે સજાથી બચવા માટે પાદરીએ નવો હથકંડો અજમાવ્યો છે.

હાઈકોર્ટમાં અપીલ કરીને પાદરીએ કહ્યુ કે તે પોતાનો ગુનો ખતમ કરવા ઈચ્છે છે. આના માટે તે રેપ પીડિતા સાથે લગ્ન કરવા ઈચ્છે છે. તેણે કોર્ટને સજા માફ કરીને તેને જામીન આપવાની માંગ કરી છે. વર્તમાન સમયમાં પીડિતા 20 વર્ષની થઈ ગઈ છે અને તે કેરળની બહાર કોઈ જગ્યાએ અભ્યાસ કરી રહી છે.

ચુશુલમાં 15 કલાક ચાલેલી કોર કમાંડર બેઠક પૂરી, સેનાએ આપ્યુ અધિકૃત નિવેદનચુશુલમાં 15 કલાક ચાલેલી કોર કમાંડર બેઠક પૂરી, સેનાએ આપ્યુ અધિકૃત નિવેદન

English summary
Rapist Kerala Catholic priest wants to marry with victim, apply plea in high court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X