આરોપીએ બળાત્કારની કબૂલાત કરી, લોકોએ નગ્ન કરીને ફેરવ્યો

દેશમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધ વધી રહ્યા છે. માસૂમ બાળકીઓ પણ હવે તેની શિકાર બની રહી છે. નાની બાળકીઓ સાથે વધી રહેલી બળાત્કારની ઘટનાઓ પર હવે લોકોનો ગુસ્સો પણ વધી રહ્યો છે.

દેશમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધ વધી રહ્યા છે. માસૂમ બાળકીઓ પણ હવે તેની શિકાર બની રહી છે. નાની બાળકીઓ સાથે વધી રહેલી બળાત્કારની ઘટનાઓ પર હવે લોકોનો ગુસ્સો પણ વધી રહ્યો છે. લોકો હવે બળાત્કાર કરવા પર મૌતની સજા માંગી રહ્યા છે. બળાત્કારની ઘટનાઓ પર લોકોનો ગુસ્સો ફાટી રહ્યો છે. એવી જ એક ઘટના પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડમાં થયી છે. અહીં બળાત્કારના આરોપીઓ પર લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો. નાની બાળકી સાથે બળાત્કાર કરનાર આરોપીની લોકોએ પહેલા ધુલાઈ કરી ત્યારપછી તેમને નગ્ન કરીને આખા ગામમાં ફેરવ્યો.

રેપના આરોપી પર ભીડનો નિર્ણય

રેપના આરોપી પર ભીડનો નિર્ણય

નાગાલેન્ડ ના લૉંગલેન વિસ્તારમાં 27 જૂને સાતમા ધોરણમાં ભણતી બાળકી સાથે રેપની ઘટના ઘટી. બાળકી સાથે 29 વર્ષના એક આરોપી લોન્ગયા ફોમૅ રેપ કર્યો. આરોપી ઘ્વારા પોતાનો આરોપ પણ કબૂલ કરી લેવામાં આવ્યો છે. આ ઘટનાના બે દિવસ પછી લોકોએ આરોપીને પકડી લીધો. ત્યારપછી લોકોએ સ્થાનીય મહિલા સંગઠન કાર્યકર્તાઓ સાથે મળીને આરોપીને સજા આપી.

બધાની વચ્ચે પીટાઈ અને નગ્ન કરીને ફેરવ્યો

બધાની વચ્ચે પીટાઈ અને નગ્ન કરીને ફેરવ્યો

મહિલા સંગઠન કાર્યકર્તાઓ અને સ્થાનીય લોકોએ આરોપી યુવકની જોરદાર પીટાઈ કરી. તેને ગામની વચ્ચે નગ્ન કરીને બાંધી દીધો અને આવતા જતા લોકો તેની પીટાઈ કરતા રહ્યા. એટલું જ નહીં પરંતુ આરોપીને નગ્ન કરીને આખા ગામમાં ફેરવ્યો. તેને ગળા પર એક બોર્ડ પણ લટકાવવામાં આવ્યું જેના પર લખ્યું હતું કે, મેં એક નાબાલિક સાથે બળાત્કાર કર્યો છે. ત્યારપછી તેના હાથ અને પગ થાંભલા સાથે બાંધીને તેની પીટાઈ કરવામાં આવી.

પોલીસે ધરપકડ કરીને કેસ નોંધ્યો

પોલીસે ધરપકડ કરીને કેસ નોંધ્યો

આરોપી ઘ્વારા ભીડ સામે પોતાનું ગુનો પણ કબૂલ કરી લેવામાં આવ્યો. ત્યારપછી લોકોએ તેને પોલીસને સોંપી દીધો આરોપીને પાઠ ભણાવવા અને બાકી લોકોના મનમાં ભય પેદા કરવા માટે આવું પગલું ભરવામાં આવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X