નોટબંધી પર RBI નો ખુલાસોઃ 500, 1000 ની 99% બંધ નોટો પાછી આવી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વર્ષ 2017-18 નો પોતાનો વાર્ષિક રિપોર્ટ રજૂ કરી દીધો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે નવી નોટોના છાપકામમાં સરકારના કુલ 7965 કરોડ ખર્ચ થયા છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વર્ષ 2017-18 નો પોતાનો વાર્ષિક રિપોર્ટ રજૂ કરી દીધો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જીએસટી લાગુ કર્યા બાદ મોટી સફળતા મેળવવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જીએસટી લાગૂ કરાયા બાદ અપ્રત્યક્ષ વેરાના સંકલનના ઢાંચામાં જબરદસ્ત સુધારો આવ્યો છે. આ ઉપરાંત ચાલુ ખાતા ખાધ (COD) માં પણ સુધારો થયો છે. વળી, વિદેશી ચલણમાં પણ વધારો થયો છે. આ ઉપરાંત રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે નવી નોટોના છાપકામમાં સરકારના કુલ 7965 કરોડ ખર્ચ થયા છે.

99% નોટ પાછી આવી
આરબીઆઈએ પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે 8 નવેમ્બર 2016 ના રોજ નોટબંધી લાગૂ કરાયા બાદ 1000 અને 500 રૂપિયાની જૂની નોટ લગભગ પાછી આવી ગઈ છે. આરબીઆઈ અનુસાર કુલ 99% નોટ પાછી આવી છે. અત્યાર સુધીમાં કુલ 15 લાખ 31 હજાર કરોડ રૂપિયાની જૂની નોટ પાછી આવી ગઈ છે. નોટબંધી પહેલા કુલ 15 લાખ 41 હજાર કરોડ રૂપિયાનું ચલણમાં હતી. રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે 500 અને 1000 ની જૂની નોટોની ગણતરી બાદ તેમાંથી અસલી નોટોની ઓળખ કરવામાં આવશે. ત્યારબાદ તેની રદ્દી ઈંટો બનાવવામાં આવશે. આ ઈંટોની ટેન્ડર પ્રક્રિયાથી હરાજી કરવામાં આવશે.

મોંઘવારીમાં થયો ઘટાડો
રિપોર્ટ અનુસાર વર્ષ 2017-18 માં ભારતીય અર્થવ્યવસ્થામાં રોકાણ અને નિર્માણ ક્ષેત્રે ચડાવ ઉતાર છતાં જબરદસ્ત લચીલાપણુ જોવા મળ્યુ છે. મોંઘવારીમાં વર્ષે વર્ષે ઘટાડો જોવા મળી રહ્યો છે. વળી, રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે નોટબંધી બાદ લોકો વચ્ચે નોટોની ખેંચ ખતમ થઈ ગઈ છે અને હવે લોકો પાસે નોટબંધી પહેલાની તુલનામાં વધુ નોટો છે. વળી, ક્રેડિટ ગ્રોથમાં વધારો થયો છે અને આ બમણા અંક સુધી પહોંચી ગયો છે. જ્યારે તે ગયા વર્ષે પોતાના ઐતિહાસિક નીચલા સ્તર પર હતો.

શેર બજારમાં સુધારો
વળી, રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ઘરેલુ નાણાંકીય બજારમાં સ્થિરતા જોવા મળી છે. શેર બજારમાં પણ સુધારો જોવા મળ્યો છે. આરબીઆઈ અનુસાર જીએસટી લાગુ થયા બાદ મોટી ઉપલબ્ધિ મેળવવામાં આવી છે. અપ્રત્યક્ષ વેરાની વસૂલીમાં પણ ઘણો વધારો થયો છે.












Click it and Unblock the Notifications
