RBI એ Amazon Pay ને 3 કરોડનો દંડ ફટકાર્યો, જાણો કેમ કરાઈ કાર્યવાહી?
રિઝર્વ બેંકના એક નિવેદનમાં જણાવાયુ છે કે, એવું જોવામાં આવ્યું છે કે એમેઝોન પે કેવાયસી અંગે આરબીઆઈ દ્વારા જારી કરાયેલ સૂચનાઓનું પાલન કરી રહ્યું નથી, આના માટે તેને કારણ બતાવો નોટિસ પણ આપવામાં આવી હતી.

નવી દિલ્હી : ભારતમાં નિયમોના ભંગ બદલ એમેઝોન પે પર મોટી કાર્યવાહી કરાઈ છે. ભારતીય રિઝર્વ બેંકે કાર્યવાહી કરતા મોટો દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે, એમેઝોન પે અમુક જોગવાઈઓનું પાલન કરતું નથી. આના માટે તેને દંડ ફટકારાયો છે. રિઝર્વ બેંકે આ કાર્યવાહી પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPIs) અને KYC (KYC) દિશાઓને લગતી જોગવાઈઓનું પાલન ન કરવા માટે કરી છે.
RBI એ કરેલી કાર્યવાહી અનુસાર, Amazon Pay (India) Pvt Ltd ને ₹3.06 કરોડથી વધુનો દંડ ચૂકવવાનો રહેશે. રિઝર્વ બેંકના એક નિવેદનમાં જણાવાયુ છે કે, એવું જોવામાં આવ્યું છે કે એમેઝોન પે કેવાયસી અંગે આરબીઆઈ દ્વારા જારી કરાયેલ સૂચનાઓનું પાલન કરી રહ્યું નથી, આના માટે તેને કારણ બતાવો નોટિસ પણ આપવામાં આવી હતી. એમેઝોન પેના જવાબને ધ્યાનમાં લીધા પછી એવું તારણ સામે આવ્યુ છે કે, એમેઝોન પે એ આરબીઆઈના નિર્દેશોનું પાલન કર્યું નથી, જેના માટે આ દંડ કરાયો છે.
અહીં તમને જણાવી દઈએ કે, એમેઝોન પે એ ડિજિટલ પેમેન્ટ સુવિધા છે. RBIએ તેની સામે આ દંડ ભારતમાં ખામીઓને અવગણવા અને ચેતવણીઓનું પાલન ન કરવા બદલ લગાવ્યો છે. રિઝર્વ બેંકની આ કાર્યવાહી ડિજિટલ પેમેન્ટ સુવિધા પર કોઈ પણ પ્રકારના સવાલને લઈને નથી કરાઈ. આ કાર્યવાહી નિયમનકારી અનુપાલન અંગે કરાઈ છે.












Click it and Unblock the Notifications
