અદાણી મુદ્દે RBIનું પહેલુ નિવેદન સામે આવ્યુ, જાણો શું કહ્યું?

અદાણીની સંપતિમાં રોજ મોટા ગાબડા પડ રહ્યા છે ત્યારે હવે પહેલી વખત આરબીઆઈનું નિવેદન સામે આવ્યુ છે. આરબીઆઈએ આ મુદ્દે પોતાનો પક્ષ રાખ્યો છે.

હિડનબર્ગનો રિપોર્ટ અદાણીને ભારે પડી રહ્યો છે. રેકોર્ડ બ્રેક રીતે તુડી રહેલા અદાણીની કંપનીઓના શેરમાં પડતી યથાવત છે. દુનિયાભરમાંથી અદાણી માટે એક પછી એક ખરાબ સમાચારો આવી રહ્યા છે ત્યારે હવે આખરે ભારતીય રિઝર્વ બેંકનું નિવેદન સામે આવ્યુ છે. અદાણીની પડતીને જોઈને હવે આરબીઆઈ પણ એક્શનમાં આવી છે. RBI, બેંકિંગ ક્ષેત્રની નિયમનકારી અને સુપરવાઈઝર હોવાને કારણે ભારતીય બેંકો દ્વારા અદાણી જૂથને આપવામાં આવેલી લોન મુદ્દે હવે પ્રતિક્રિયા આપી છે.

RBI

આરબીઆઈએ કહ્યું કે, એવા મીડિયા અહેવાલો આવ્યા છે કે જેમાં ભારતીય બેંકોના એક વેપારી જૂથના સંપર્કમાં આવવા અંગે ચિંતા વ્યક્ત કરાઈ છે. અમે નાણાકીય સ્થિરતા જાળવવા બેંકિંગ ક્ષેત્ર અને વ્યક્તિગત બેંકોનું નિરીક્ષણ કરી રહ્યા છીએ. આરબીઆઈએ આગળ કહ્યું કે, વર્તમાન મૂલ્યાંકન મુજબ બેંકિંગ ક્ષેત્ર લચીલુ અને સ્થિર છે. મૂડીની પર્યાપ્તતા, સંપત્તિની ગુણવત્તા, પ્રવાહિતા, જોગવાઈ કવરેજ અને નફાકારકતા સંબંધિત વિવિધ પેરામીટર એકદમ ઠીક છે. બેંકો પણ લાર્જ એક્સપોઝર ફ્રેમવર્ક માર્ગદર્શિકાનું પાલન કરી રહી છે.

RBI પાસે સેન્ટ્રલ રિપોઝીટરી ઑફ ઇન્ફર્મેશન ઓન લાર્જ ક્રેડિટ ડેટાબેઝ સિસ્ટમ છે. આમાં બેંકો તેમના 5 કરોડ અને તેનાથી વધુના એક્સપોઝરની જાણ કરે છે, જેનો ઉપયોગ મોનિટરિંગ હેતુઓ માટે થાય છે.

અહીં તમને જણાવી દઈએ કે, ગૌતમ અદાણી એક સમયે એશિયાના સૌથી અમીર વ્યક્તિ રહી ચૂક્યા છે. હાલમાં જ વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ પણ હતા. હવે હિંડનબર્ગના રિપોર્ટ બાદ ગૌતમ અદાણીની પડતી શરૂ થઈ છે અને એક પછી એખ વિવાદમાં નામ જોડાઈ રહ્યા છે. ફોર્બ્સનું માનીએ તો રિયલ ટાઈમ્સ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર શુક્રવારે શરૂઆતના ટ્રેડિંગમાં જ અદાણીની સંપત્તિમાં 18 બિલિયન ડોલરથી વધુનો ઘટાડો થયો હતો.

હિડનબર્ગે અદાણીને મોટો ઝટકો આપ્યો છે ત્યારે અદાણી ગ્રૂપે FPO પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. અદાણી એન્ટરપ્રાઇઝિસના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે, હાલની બજાર સ્થિતિમાં 20,000 કરોડના એફપીઓ સ્વીકારવો નૈતિક રીતે યોગ્ય રહેશે નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X