સલમાન ખાનના હિટ એન્ડ રન કેસમાં ફેરસુનવણી શરૂ
મુંબઇ, 28 એપ્રિલ : પોતાની કારને દુકાનના પગથિયા પરચડાવીને એકનું મોત અને બીજા ચારને ઘાયલ કરનાર બોલીવુડ એક્ટર સલમાન ખાનને સંડોવતા હિટ એન્ડ રન કેસમાં 11 વર્ષ બાદ પુનઃ સુનાવણી આજથી શરૂ કરવામાં આવી છે.
આ કેસમાં આજથી શરૂ થયેલી ફેરસુનવણીની કામગીરીમાં સેશન્સ કોર્ટમાં આજે એક સાક્ષીદારની જુબાની લેવામાં આવી હતી. સામ્બા ગૌડા નામની વ્યક્તિ કોર્ટમાં જુબાની આપવા હાજર રહેલી પ્રથમ સાક્ષી છે. તેણે જજને કહ્યું હતું કે 2002ની 28 સપ્ટેંબરે બનેલા બનાવના દિવસે પોલીસે જપ્ત કરેલી ચીજવસ્તુઓનું પોતે પંચનામું કર્યું હતું.

સાક્ષીએ પ્રોસિક્યૂટર જગન્નાથ કેંજાલકરને કહ્યું કે તે ઘટનામાં એક મોટી કાર સંડોવાયેલી હતી. પોલીસો અને હું ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કાર એક લોન્ડ્રીમાં ઘૂસી ગઈ હતી અને બમ્પરના ભાગો નીચે વેરાયેલા પડ્યા હતા. પોલીસે તે ચીજવસ્તુઓને એકઠી કરી હતી અને મેં પંચનામું કર્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી ભેગી કરેલી ચીજવસ્તુઓને હું ઓળખી શકું છું, એમ ગોવડાએ કહ્યું, જે મૂળ કર્ણાટકનો વતની છે.
બીજા બે સાક્ષીદારે પણ કહ્યું હતું કે તેમણે પંચનામું કર્યું હતું. ફરિયાદી પક્ષે 64 સાક્ષીઓની યાદી કોર્ટને સુપરત કરી છે. ગયા વર્ષની 5 ડિસેંબરે કોર્ટે સાક્ષીઓની ઉલટતપાસ બરાબર લેવામાં આવી ન હોવાનું કારણ આગળ ધરીને આ કેસમાં ફેરસુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો.
સલમાન પર આરોપ છે કે તેણે 2002ની 28 સપ્ટેંબરની રાત્રે બાન્દ્રાની એક બેકરીની બહાર પગથિયા પર સૂતેલાઓ પર પોતાની ટોયોટા લેન્ડ ક્રૂઝર ચડાવી દીધી હતી. તેને લીધે એક વ્યક્તિનું મરણ નિપજ્યું હતું અને બીજાં ચાર ઘાયલ થયા હતા.












Click it and Unblock the Notifications
