વાંચો : ખાદ્ય સુરક્ષા વિધેયકની મહત્વની 10 જોગવાઇઓ

1 - બે તૃતિયાંશ વસ્તીને સસ્તુ અનાજ મળશે
ગામડાઓમાં 75 ટકા અને શહેરમાં 50 ટકા લોકોને દર મહિને 5 કિલો અનાજ મળશે. આ અનાજમાં ત્રણ રૂપિયે કિલો ચોખા, બે રૂપિયે કિલો ઘઉં અને એક રૂપિયે કિલોના ભાવે જુવાર મળશે. આ ભાવો 3 વર્ષ બાદ બદલવામાં આવશે.
2 - અંત્યોદય કાર્ડ ધારક પરિવારોને 35 કિલો અનાજ
અંત્યોદય કાર્ડ ધરાવતા ગરીબ પરિવારોને મહિને 35 કિલો અનાજ મળશે. તેમને ત્રણ રૂપિયે કિલો ચોખા, બે રૂપિયે કિલો ઘઉં અને એક રૂપિયે કિલોના ભાવે જુવાર મળશે.
3 - રાજ્ય ગરીબોની ઓળખાણ કરશે
રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ગરીબોની સંખ્યા આયોજન પંચ નક્કી કરશે. જ્યારે ગરીબની ઓળખાણ રાજ્ય કરશે. આ માટે તેઓ માપદંડ નક્કી કરી શકશે અથવા સામાજીક, આર્થિક અને વસ્તીગણતરીના આંકડાઓનો ઉપયોગ કરી શકશે.
4 - ગર્ભવતી મહિલાઓને માસિક 6000 રૂપિયા
પ્રત્યેક ગર્ભવતી મહિલાને રૂપિયા 6000 મળશે. છ મહિનાથી 14 વર્ષ સુધી બાળકોને રેશન કે ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
5 - અનાજ નહીં મળે તો રોકડ વળતર મળશે
જો રાજ્ય સરકાર અનાજ ઉપલબ્ધ ન કરાવી શકી તો તેને ખાદ્ય સુરક્ષા ભથ્થું ગરીબોને આપવું પડશે. આ ભથ્થું કેટલું હશે તે નક્કી કરવાની જવાબદારી કેન્દ્રની હશે.
6 - ખાદ્યાન્ન પરિવહન માટે મદદ મળશે
કેન્દ્ર સરકાર રાજ્યોને તેની સરહદની અંદર અનાજની મજૂરી તથા રેશન ડીલરોને માર્જીન આપવા માટે આર્થિક સહાય ઉપલબ્ધ કરાવશે.
7 - આધાર પરથી ગરીબોની ઓળખાણ થશે
સરકાર પીડીએસને સુધારવા માટે સૂચના અને સંચાર ટેકનોલોજીનો ઉપયોગ કરશે તથા ગરીબોની ઓળખાણ આધાર દ્વારા કરવામાં આવશે.
8 - મહિલાના નામે રેશનકાર્ડ બનશે
પરિવારની વરિષ્ઠ મહિલા સભ્યને મોભી માનવામાં આવશે અને રેશનકાર્ડ તેના નામે જ બનશે.
9 - પીડીએસમાં ભ્રષ્ટાચાર અટકાવવા તંત્ર બનશે
પીડીએસમાં ભ્રષ્ટાચાર અટકાવવા તથા ફરીયાદ ઉકેલ માટે બધા જીલ્લાઓમાં તંત્ર સ્થાપવામાં આવશે. આમાં કોલ સેન્ટર, હેલ્પલાઇન સાથે સોશ્યલ ઓડિટની પણ જોગવાઇ છે.
10 - ખાદ્ય સુરક્ષા 1,24,724 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે
બીલની જોગવાઇ લાગૂ થવા પર 612.3 લાખ ટન અનાજની જરૂર પડશે તથા 2013-14માં આના પર 1,24,724 કરોડ રૂપિયાનો ખર્ચ આવવાનું અનુમાન છે.












Click it and Unblock the Notifications
