ગડકરીની પોલ ખોલશે 'આપ' નેતા અંજલિ દમાનિયા

Posted By:
Subscribe to Oneindia News

નાગપુર, 18 ફેબ્રુઆરી: બીજા રાજનૈતિક દળોની પોલ ખોલીને પોતાનો રાજનૈતિક સિક્કો ચમકાવવો એ આમ આદમી પાર્ટીની ફિતરત બની ગઇ છે. દિલ્હીની શીલા દીક્ષિતની વિરુદ્ધ એક પછી એક ચોકાવનારા ખુલાસા અને કૌભાંડોનો પર્દાફાશ કરીને આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ કરી દીધા. પોતાના આવા જ નકશેકદમ પર ચાલતા આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણી માટે પણ વિરોધીઓની પોલ ખોલવાની છે.

મહારાષ્ટ્ર સિંચાઇ કૌભાંડનો પર્દાફાશ કરનાર આપની નેતા અંજલિ દમાનિયાએ જણાવ્યું કે નાગપુર લોકસભા બેઠકથી તે ભાજપના દિગ્ગજ નેતા નિતિન ગડગકરીનો સામનો કરવા માટે તૈયાર છે.

અંજલિએ જણાવ્યું કે નિતિન ગડકરીના ભ્રષ્ટ રીતિઓનો પર્દાફાશ કરતી રહેશે. દમાનિયાએ તેમની વધુ કૌભાંડોમાં સામેલગીરી હોવાનો પણ આરોપ લગાવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અંજલિ દમાનિયાએ જણાવ્યું કે વર્ષ 2011માં મેં ગડકરીની રાકાંપા પ્રમુખ અને કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવાર સાથે મિલિભગતનો ભાંડાફોડ કરી દીધો. દમાનિયાએ દાવો કર્યો કે તેમણે વધુ 5 કૌભાંડોનો પર્દાફાશ કરવા માટે પૂરતી સામગ્રી મેળવી લીધી છે.

anjali damania
English summary
AAP nominee Anjali Damania said she is determined to take on BJP heavyweight Nitin Gadkari from Nagpur Lok Sabha constituency in order to keep exposing his corrupt ways and alleged involvement in many more scams.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.