For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં 20 ટકા માર્ગ અકસ્માતોનું કારણ નકલી ઓટો પાર્ટ્સ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 17 જૂન : ભારતમાં નકલી ઓટો પાર્ટસનું બજાર દહાડે દિવસે વિસ્‍તરી રહ્યું છે. ઓટોમોટીવ કમ્‍પોનન્‍ટ એસોસિએશનના અંદાજ મુજબ નકલી પાર્ટસનું બજાર ત્રણ વર્ષ દરમિયાન 8,500 કરોડથી વધીને 14,000 કરોડે પહોંચ્‍યુ છે. દેશના રસ્‍તાઓ ઉપર સર્જાતા અકસ્‍માતો પૈકી 20 ટકા અકસ્‍માતો ડૂપ્‍લીકેટ ઓટો પાર્ટસને કારણે સર્જાતા હોવાનું તારણ નીકળ્‍યું છે. જે અત્‍યંત ગંભીર બાબત છે.

દેશના 35,000 કરોડના ઓટો પાર્ટસ માર્કેટમાંથી 30થી 40 ટકા માર્કેટ નકલી બજારે સર કર્યુ છે. ક્‍લચ, ફિલ્‍ટર, લેમ્‍પ, વાઇપર, બેરીંગ્‍સ, સ્‍ટીયરીંગઆર્મ, બ્રેક પટ્ટા અને બ્રેક લાઇનીંગ જેવા અગત્‍યના પાર્ટસ બજારમાં ખુલ્લેઆમ ઉપલબ્‍ધ બને છે.

road-accident

માત્ર કાર અને એસયુવી પાર્ટ્‌સમાં જ નકલી પાર્ટસ વેંચાતા હોય છે એવુ નથી. ટ્રક, બસ અને ટુવ્‍હીલરમાં પણ આવા નકલી સાધનો વપરાય છે. ઓરીજીનલ પાર્ટસથી 20 થી 30 ટકા ઓછી કિંમતે નકલી સ્‍પેરપાર્ટસ બજારમાં વેંચાતા હોવાથી આ બજાર સતત વિસ્‍તરી રહ્યું છે.

નકલી પાર્ટસના કારણે સરકારને વર્ષે 2200 કરોડની કરવેરાની આવક પણ ઓછી મળે છે. કાર ઉત્‍પાદકોની ફરિયાદ છે કે નકલી પાર્ટસના વપરાશને કારણે વાહનની કાર્યક્ષમતા અને તેની બ્રાન્‍ડ વેલ્‍યુ પર અસર થાય છે. એક જેન્‍યુઇન ઉત્‍પાદકે પોતાની બ્રાન્‍ડનું ડુપ્‍લીકેશન ઝડપી લેવા 33 દરોડા પડાવ્‍યા હતાં. જો કે પાછળથી મામલો સુલટાવી દેવામાં આવ્યો હતો.

English summary
Reason of 20 percent road accidents is duplicate auto parts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X