વાન-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, રીટની પરીક્ષા આપવા જઈ રહેલા 6 ઉમેદવારોના મોત, 5 ઘાયલ
રાજસ્થાન શિક્ષક પાત્રતા પરીક્ષા એટલે કે રીટ પરીક્ષા 2021 શરૂ થવાના એક દિવસ પહેલા ડ્રાઈવર સહિત છ ઉમેદવારોના માર્ગ અકસ્માતમાં મોત થઈ ગયા.
જયપુરઃ રાજસ્થાન શિક્ષક પાત્રતા પરીક્ષા એટલે કે રીટ પરીક્ષા 2021 શરૂ થવાના એક દિવસ પહેલા ડ્રાઈવર સહિત છ ઉમેદવારોના માર્ગ અકસ્માતમાં મોત થઈ ગયા. દૂર્ઘટનામાં માર્યા ગયેલા રીટના ઉમેદવારો બારાં જિલ્લાના રહેવાસી હતા. તેમના પાંચ સાથીઓ ઘાયલ થયા છે. દૂર્ઘટના જયપુર જિલ્લામાં ચાકસૂ પાસે શનિવારે સવારે બની છે. માહિતી મુજબ 26 સપ્ટેમ્બરે રાજસ્થાનમાં યોજાનાર રીટ પરીક્ષા માટે બારાં જિલ્લાના પરીક્ષાર્થીઓનુ સેન્ટર સીકર આવ્યુ હતુ.

આ ઉમેદવારો વેનમાં સવાર થઈને 25 સપ્ટેમ્બરે જ સીકર પહોંચવાના હતા. બારાંથી સીકરના રસ્તો જયપુર જિલ્લાના ચાકસૂમાં નેશનલ હાઈવે-12 પર નિમોડિયા વળાંક પાસે રીટના પરીક્ષાર્થીઓથી ભરેલી વેન અચાનક બેકાબૂ થઈ ગઈ અને એક ટ્રકમાં ઘૂસી ગઈ.
વેનમાં સવાર ડ્રાઈવર સહિત રીટના છ ઉમેદવારોએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો જ્યારે પાંચ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. આસપાસના લોકોએ ઘાયલ ઉમેદવારોને ચાકસૂની મહાત્મા ગાંધી હોસ્પિટલ પહોંચાડ્યા. ઘાયલોમાંથી એકની હાલત ગંભીર જણાવાઈ રહી છે.
સીએમ ગહેલોતો કરી મદદની ઘોષણા
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે દૂર્ઘટના પર શોક વ્યક્ત કરીને મૃતક યુવકના પરિવારજનોને બે લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થિક મદદની ઘોષણા કરી છે. સીએમ ગહેલોતે આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં 26 સપ્ટેમ્બરે 16 લાખથી પણ વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
चाकसू में सड़क हादसे में छह रीट अभ्यर्थियों की मृत्यु दुखद है। मैं ईश्वर से सभी दिवंगत आत्माओं की शांति के लिए प्रार्थना करता हूं। मुख्यमंत्री सहायता कोष से मृतकों के परिजनों को 2 लाख एवं घायलों को 50 हजार रूपए मुआवजा दिया जाएगा।
— Ashok Gehlot (@ashokgehlot51) September 25, 2021












Click it and Unblock the Notifications
